4g Electric Meter: ઉત્તર પ્રદેશમાં વિજળીના સાત વધતા જતા ગ્રાહકોને સુચારૂરૂપથી વિજળી સપ્લાય આપવા અને વિજચોરીની ઘટનાઓ પર લગામ કસવા માટે સરકારે 4g Electric Meter લગાવવાનું અભિયાન શરૂ કર્યું છે. ઉત્તર પ્રદેશ સરકારે 1 જુલાઇથી 4G Meter ના ઇંસ્ટોલેશનનું કામ શરૂ કરી દીધું છે. ભારતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારના મીટરનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે તેમાં એકરૂપતા લાવવા માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. તેની શરૂઆત ઉત્તર પ્રદેશથી થઇ ચૂકી છે. 4g Electric Meter કદાચ ખૂબ જલદી તમારા ઘરમાં પણ લગાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઇ રીતે કામ કરે છે 4G ઇલેક્ટ્રિક મીટર
તમને આ જાણીને આશ્વર્ય થશે કે 4G ઇલેક્ટ્રિક મીટર કોઇ સ્માર્ટફોનની માફક કામ કરે છે. જો તમે સમજવામાં મુશ્કેલી થઇ રહી છે તો તમને જણાવી દઇએ કે હવે તમારા ઘરમાં કોઇ વ્યક્તિ બિલ આપવા માટે નહી આવશે જે તમારું મીટર ચેક કરશે અને પછી તમારે તેના બદલામાં મીટર રિચાર્જ કરાવવું પડશે. આ એ જ પ્રકારે હશે જે પ્રકારે તમે પ્રીપેડ મોબાઇલ કનેક્શનમાં રિચાર્જ કરાવો છો. કેટલાક લોકોને આ પ્રોસેસને સમજવામાં સમસ્યા આવી રહી છે પરંતુ અમે તમને જણાવી રહ્યા છે કે આ પ્રોસેસ ખૂબ સરળ છે અને તમને વિજળી વિભાગની ઓફિસમાં બિલ જમા કરાવવા માટે લાઇનમાં ઉભા રહેવું નહી પડે. તમારે બસ એક રિચાર્જ કરાવવાનું છે અને આટલું કરતાં મહિના માટે શાંતિ થઇ જશે. 


વિજચોરી પર શું છે જોગવાઇ
જો તમે વિજળીના મીટરમાં કોઇપણ પ્રકારની છેડતી કરો છો તો આ વાતની સંભાવના છે કે તમારા વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે. એટલું જ નહી તમારે જેલમાં પણ જવું પડી શકે છે. કારણ કે ઉત્તર પ્રદેશમાં વિજચોરીના નિયમ પહેલાંની તુલનામાં ખૂબ કડક થઇ ગયા છે. જોકે તમે વિચારી રહ્યા છો કે વિજળીના આ મીટરોથી ચોરી થશે તો તમારી કલ્પના છે કારણ કે તમે એક યૂનિટ માટે જ રિચાર્જ પ્લાન ખરીદશો અને તેનાથી વધુ વિજળી ઉપયોગ કરી શકશો નહી.