નવી દિલ્હીઃ Earthquake: દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારત અને જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપની તીવ્રતા 5.6 માપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિવારે રાત્રે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહેવાલો અનુસાર ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં હતું. જો કે, કોઈ નુકસાનના તાત્કાલિક અહેવાલ નથી. આંચકાની તીવ્રતા 5.5 હતી. જોકે, આંચકા અનુભવાયા બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.'


ભૂકંપના આંચકા માત્ર દિલ્હી-એનસીઆરમાં જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ અનુભવાયા હતા. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ઈસ્લામાબાદ, લાહોર, પેશાવર વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે. જો કે, હજુ સુધી ક્યાંયથી પણ કોઈપણ પ્રકારના નુકસાનની માહિતી સામે આવી નથી.