નવી દિલ્હીઃ સોમવાર 25 જુલાઈ 2022ના સંસદના સેન્ટ્રલ હોલમાં જ્યારે 15મા રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ સમારોહનો પ્રારંભ થયો તો રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ તરીકે કાર્યક્રમની શરૂઆત કરવાનો આદેશ આપ્યો, પરંતુ કાર્યક્રમ સમાપ્ત થવાની સાથે તેમનો કાર્યકાળ પણ પૂરો થઈ ગયો અને તેમના સ્થાને દ્રૌપદી મુર્મૂએ પદભાર સંભાળ્યો જેમણે કાર્યક્રમને સમાપ્ત કરવાનો આદેશ આપ્યો. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એમવી રમન્નાએ મુર્મૂને રાષ્ટ્રપતિ પદ માટે શપથ ગ્રહણ કરાવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિ બન્યા પહેલા રામનાથ કોવિંદ સુપ્રીમ કોર્ટમાં વકીલ, રાજ્યસભા સાંસદ, બિહારના રાજ્યપાલના પદ પર પણ કામ કરી ચુક્યા હતા. તેવામાં જ્યારે રાષ્ટ્રપતિના રૂપમાં તેમનો કાર્યકાળ પૂરો થયો છે તો એક નજર તેમના દ્વારા લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો પર કરીએ, જેને હંમેશા યાદ રાખવામાં આવશે. 


આર્ટિકલ 370 રદ્દ કરવા આપી મંજૂરી
આઝાદી બાદથી જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપનાર આર્ટિકલ 370ને રદ્દ કરવાનો શ્રેય પણ રામનાથ કોવિંદના કાર્યકાળને જાય છે. આર્ટિકલ 370 હેઠળ જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર મળી રહ્યાં હતા, તેના કારણે ત્યાંની સરકાર ભારતની સાથે હોવા છતાં અલગ સ્વાયતત્તાની સાથે કામ કરી રહી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019ના જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 લાવી તેને નિષ્ક્રિય કરી દીધી. 


આ પણ વાંચોઃ મહિને દોઢ લાખ પેન્શન, 8 રૂમનો બંગલો, જાણો પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે કઈ-કઈ સુવિધાઓ


નાગરિકતા (સંશોધન) અધિનિયમ (CAA) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) કાયદાનું સમર્થન
રામનાથ કોવિંદે પોતાના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન 159 સ્ટેટ બિલોને મંજૂરી આપી તો સરકાર તરફથી કેટલાક એવા કાયદાનું પણ સમર્થન કર્યું જેને લઈને દેશભરમાં ખુબ વિરોધ જોવા મળ્યો હતો. આવો એક કાયદો જેને રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી હતી. 
નાગરિકતા (સંશોધન) અધિનિયમ (CAA) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) કાયદો, જે હેઠળ 31 ડિસેમ્બર, 2014 કે તેની પહેલા આવીને ભારતમાં રહેતા હિન્દુઓ, શીખો, બૌદ્ધૌ, જૈન, પારસિઓ અને ઈસાઈને ગેરકાયદેસર પ્રવાસી માનવામાં આવશે નહીં. તેમને ભારતની નાગરિકતાનો વિકલ્પ આપવામાં આવશે. 


સગીર સાથે બળાત્કાર કરનારને ફાંસી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કાર્યકાળમાં એવા ઘણા નિર્ણય થયા જેના પર લોકો વચ્ચે ન માત્ર સમર્થન જોવા મળ્યું પરંતુ વિરોધ પણ થયો. તેમ છતાં તેમણે સરકારનું સમર્થન કરતા તેને મંજૂરી આપી. આ લિસ્ટમાં પ્રથમ બિલ જેને રામનાથ કોવિંદના ઐતિહાસિક નિર્ણયમાં ગણવામાં આવશે તે છે સગીર સાથે રેપ કરનારને ફાંસીની સજાની મંજૂરી. રામનાથ કોવિંદે 22 એપ્રિલ 2018ના આ બિલને મંજૂરી આપી હતી. જેમાં 12 વર્ષથી નાની ઉંમરની છોકરી સાથે બળાત્કાર કરનાર દોષીતોને ફાંસી આપવાની જોગવાઈ છે. 


આ પણ વાંચોઃ Tejashwi Yadav PM Modi: તેજસ્વી યાદવે માની લીધી પીએમ મોદીની સલાહ, ઉત્સાહથી કરી રહ્યાં છે આ કામ  


16 વર્ષથી પેન્ડિંગ પડેલા બિલ પર પણ લગાવી મહોર
રાષ્ટ્રપતિ કોવિંદે પોતાના કાર્યકાળમાં ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સાથે જોડાયેલા બિલ 2005ને પણ પાસ કર્યું જે 16 વર્ષથી પેન્ડિંગ હતું. પૂર્વની સરકારોએ આ બિલને મંજૂરી ન આપી પરંતુ વર્તમાન સરકારે કોવિંદના કાર્યકાળમાં તેને પાસ કરાવી લીધુ. આ બિલ હેઠળ પોલીસ આતંકવાદ અને ગુના પર લગામ લગાવવા માટે કોઈપણ નાગરિકનો ફોન ટેપ કરી શકે છે અને બાદમાં તેને કાયદાકીય પૂરાવાના રૂપમાં રજૂ કરી શકે છે. 


રામનાથ કોવિંદે આ બિલોને પણ આપી મંજૂરી
રામનાથ કોવિંદે પોતાના કાર્યકાળમાં જે બિલોને મંજૂરી આપી તેમાં ક્રિમિનલ લો (મધ્ય પ્રદેશ સુધારા) બિલ 2019 પણ સામેલ છે, તે હેઠળ વિચારાધીન કેદીઓને શારીરિક રૂપથી હાજર રહેવાની જરૂર નથી. તે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટની પ્રક્રિયામાં હાજરી આપી શકે છે. આ સિવાય યુપીનું લઘુત્તમ વેતન (સુધારો) બિલ 2017 (બેંક દ્વારા પગારની ચૂકવણી), ઔદ્યોગિક વિવાદ (પશ્ચિમ બંગાળ સુધારો) બિલ 2016, ધ ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યુટ્સ (ઝારખંડ એમેન્ડમેન્ટ) બિલ 2016, ધ ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યુટ્સ (કેરળ એમેન્ડમેન્ટ) બિલ 2016 ને પણ મંજૂરી આપી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube