જમ્મૂ-કાશ્મીરના 5 નેતાઓને કરાયા મુક્ત, છેલ્લા 4 મહિનાથી હતા નજરબંધ
નેશનલ કોન્ફરન્સના 2 અને પીડીપીના 3 નેતાઓને છોડવામાં આવ્યા છે. જમ્મૂ-કાશ્મીરમાં 5 ઓગસ્ટે કલમ 370 હટાવવામાં આવી હતી. આ દરમિયાન સાવચેતીના ભાગ રૂપે રાજ્યના નેતાઓને નજરબંધ કરવામાં આવ્યા હતા.
શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરમાં 5 નેતાઓને સોમવારે મુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યમાંથી આર્ટિકલ 370 હટ્યા બાદ જમ્મૂ-કાશ્મીરમાંથી પ્રથમવાર નેતાઓને છોડવામાં આવ્યા છે. નેશનલ કોન્ફરન્સના 2 અને પીડીપીના 3 નેતાઓને છોડવામાં આવ્યા છે. જમ્મૂ-કાશ્મીરમાં 5 ઓગસ્ટે કલમ 370 હટાવવામાં આવી હતી. આ દરમિયાન સાવચેતીના ભાગ રૂપે રાજ્યના નેતાઓને નજરબંધ કરવામાં આવ્યા હતા.
આ નેતાને છોડવામાં આવ્યા
જાણવા મળી રહ્યું છે કે અશફાક ઝબ્બાર, ગુલામ નબી ભટ્ટ, બશીર મીર, જુહુર મીર તથા યાસિર રાશીને છોડવામાં આવ્યા છે. આ તમામ પૂર્વ ધારાસભ્યોને હોસ્ટેલથી છોડવામાં આવ્યા છે. આ હોસ્ટેલમાં હજુ પણ 30 પૂર્વ મંત્રી અને ધારાસભ્યો નજરબંધ છે.
સૂત્રોનું કહેવું છે કે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુખ અબ્દુલ્લા, પૂર્વ સીએમ અને તેમના પુત્ર ઉમર અબ્દુલ્લા, પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તી હજુ નજરબંધ રહેશે. કેન્દ્ર સરકારે તેમને છોડવાના આદેશ આપ્યા નથી.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube