નવી દિલ્હી : દિલ્હી - એનસીઆરમાં બિલ્ડિંગ પડી ભાંગવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હાલમાં જ નોએડા અને ગાઝિયાબાદ ના મિસલગઢીમાં પડેલી ઇમારતની તપાસ પુરી નથી થઇ કે ખેડા કોલોનીમાં એખ શોરૂમની બિલ્ડિંગ પડી હોવાનાં સમાચારો મળી રહ્યા છે. ઘટના પ્રસંગે પોલીસ અને તંત્રનીટીમ પહોંચી ચુકી છે. રાહત અને બચાવ કામ ચાલી રહ્યું છે. ગત્ત 10 દિવસોમાં એનસીઆરમાં આ ત્રીજી ઘટના છે. તે અગાઉ ઘટેલી બંન્ને ઘટનાઓમાં 11 લોકોનાં મોત થયા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલનો મુદ્દો ગાઝિયાબાદ - નોએડાના ખોડા વિસ્તારને જણાવાઇ રહ્યું છે, આ એક શોરૂમની ઇમારત પડી ભાંગી છે. એનસીઆરમાં છેલ્લા બે દિવસોમાં સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે આ વિસ્તારમાં પાણી અને કીચડ જમા થવાના કારણે રાહત અને બચાવનું કામમાં સમસ્યા આવી રહી છે. આ ઇમારત 5 માળની હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ગાઝિયાબાદના જિલ્લાધિકારી રિતુ મહેશ્વરી પણ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે. તેમણે રાહત અને બચાવ કાર્ય અંગેની તમામ માહિતી મેળવી છે. તેમણે જણાવ્યું કે એનડીઆરએફ અને અન્ય બચાવ દળ  પ્રસંગે કામ કરી રહી છે. અત્યાર સુધી કોઇ જાનહાની થઇ હોવાની માહિતી નથી. તેમણે જણાવ્યું કે, આ ઇમારત 8-10 જુની હતી અને તે ખસ્તા પરિસ્થિતીમાં હતી. તેમણે જણાવ્યું કે, આ બિલ્ડિંગમાં કોઇ નવી રહેતી હતી અને અહીં બનેલ એક કપડાનો શો રૂમ પણ ઘણા દિવસથી બંધ હતો. 



22 જુલાઇના રોજ ગાઝિયાબાદની મિસલ ગઢ વિસ્તારમાં 5 માળની  નિર્માણાધીન ઇમારત પડી ગઇ હતી. આ ઇમારતના કાટમાળમાં નીચે દબાઇને 2 મજુરોનાં મોત થયા હતા. આ વિસ્તાર મસુરી સ્ટેશન વિસ્તારમાં આવે છે. ગત્ત રાત્રે આ દુર્ઘટના થઇ હતી. ડાસના ઓવર બ્રિજ પાસે બનેલી આ ઇમારત અચાનક જ ઢળી પડી હતી. ઘટના સ્થળે પહોંચેલી એનડીઆરએફની ટીમે કાટમાળ નીચે દટાયેલા બે શબનો કાઢ્યા. છ અન્ય મજુરો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા.