મથુરા: મથુરાના એક બોરવેલમાં લગભગ 100 ફૂટ ઊંડા ખાડામાં 5 વર્ષનો માસૂમ પ્રવીણ ફસાઈ ગયો હતો. એનડીઆરએફ અને સેનાની ટીમે અથાગ મહેનત કરીને તેને બહાર કાઢવામાં સફળતા મેળવી.  માસૂમ પ્રવીણને રવિવારે સવારે હેમકુશળ બોરવેલમાંથી બહાર કાઢી લેવાયો હતો. તેને 9 કલાકનો જદ્દોજહેમતથી બાદ બહાર કાઢવામાં સફળતા મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


શનિવારે બપોરે 3 વાગે તે પિતા સાથે બકરી ચરાવવા માટે ખેતરમાં ગયો હતો, તે સમયે જ પ્રવીણ બોરવેલમાં પડી ગયો. માસૂમ બાળક બોરવેલમાં પડી જતા જ બધાના જીવ અધ્ધર થઈ ગયા હતાં. અફરાતફરીમાં જિલ્લા પ્રશાસનને સૂચના આપવામાં આવી. ત્યારબાદ ઘટનાસ્થળે વરિષ્ઠ અધિકારીઓ પહોંચી ગયા હતાં. તેમા ઉપ જિલ્લાધિકારી છાતા રામદત્ત રામ અને ક્ષેત્રાધિકારી જગદીશ કાલી રમન પણ સામેલ થયા હતાં. પરંતુ બોરવેલમાં પડેલા બાળકને કાઢવામાં પોલીસ ફાયર બ્રિગેડના પ્રયત્નો નિષ્ફળ ગયા હતાં. આવામાં પ્રશાસને એનડીઆરએફ ગાઝિયાબાદનો સહયોગ માંગ્યો અને માસૂમ બાળકને બચાવવા માટેના પ્રયત્નોમાં ઝડપ કરાઈ. 



રેસ્ક્યુ ઓપરેશન માટે એનડીઆરએફની ટીમ મથુરા પહોંચી અને ટીમ દ્વારા બાળકને ઓક્સીજન પણ અપાયો. એનડીઆરએફની ટીમે કેમેરાની મદદથી બાળક અંગે જાણકારી લીધા બાદ રસ્સીમાં કપડાની ટોકરી બનાવીને બોરવેલમાં નાખી હતી. કેમેરાની મદદથી બાળકને જોતા તેની સાથે વાત કરી પરંતુ બાળક એનડીઆરએફની ટીમની ભાષા સમજી શક્યો નહીં ત્યારે તેની માતાએ પોતાની ભાષામાં બાળક સાથે વાત કરી હતી. બાળકે માતાની વાત સ્વીકારીને એનડીઆરએફની ટીમ દ્વારા નાખવામાં આવેલી કપડાંની ટોકરીમાં પગ ફસાવીને  બેસી ગયો હતો. ત્યારબાદ તેને સકુશળ બહાર કાઢવાની કામગીરીમાં સફળતા મળી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...