નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આજથી ગામડામાં રહેતી મહિલાઓ માટે એક નવી સેવા શરૂ કરવા જઈ રહી છે. જે અંતર્ગત હવે જરૂર પડ્યે ગ્રામીણ મહિલાઓ કોઈપણ મુશ્કેલી વિના મિનિટોમાં પાંચ હજાર રૂપિયાની વ્યવસ્થા કરી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે આ એક ઓવરડ્રાફ્ટ સુવિધા (Overdraft Facility) છે. જેના ઉપયોગથી હવે આ મહિલાઓને મોટી રાહત મળશે. સામાન્ય રીતે આવી સુવિધા વડીલોને આપવામાં આવતી હતી, પરંતુ હવે આ સુવિધાને કારણે ગામની મહિલાઓને પણ કોઈની સમક્ષ આજીજી કરવી નહીં પડે.


કેવી રીતે મેળશે આ સુવિધા?
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે. આ સંબંધમાં, નાગેન્દ્ર નાથ સિંહા, ગ્રામીણ વિકાસ મંત્રાલયના ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ, 18 ડિસેમ્બર, 2021ના રોજ દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ, ચકાસાયેલ મહિલા સ્વ-સહાય જૂથના સભ્યો માટે રૂ. 5000 ની ઓવરડ્રાફ્ટ સુવિધાનો શરૂ કરવામાં આવશે.

CNG-PNG Rate: આ 3 શહેરોમાં વધ્યા CNG અને PNG ના ભાવ, જાણો નવી કિંમતો


સરકારી બેંકો અને રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન આ કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમથી યોજાશે. આ કાર્યક્રમમાં તમામ બેંકોના મેનેજિંગ ડિરેક્ટર, ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ જનરલ મેનેજર પણ ભાગ લેશે. રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન (National Rural Livelihood Mission) ના અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.


કરોડો મહિલાઓને મળશે 5 હજાર રૂપિયા
નાણામંત્રી દ્વારા 2019-20ના તેમના બજેટ ભાષણમાં વેરિફાઇ સ્વ-સહાયક સભ્યોને પાંચ હજાર રૂપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધાની મંજૂરી આપવા અંગેની જાહેરાત કરી હતી. તે  મુજબ ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-) NRLM એ દેશના ગ્રામીણ વિસ્તારોમાં મહિલા સ્વસહાય જૂથોના સભ્યોને ઓવરડ્રાફ્ટ સુવિધા પૂરી પાડવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેથી કરીને તેઓ તેમની કટોકટીની જરૂરિયાતો પૂરી કરી શકે.

Success Story: જન્મ્યો તો લોકોએ કહ્યું- ફેંકી દો, હવે 29 વર્ષની ઉંમરનો ઉભો કર્યો કરોડોનો બિઝનેસ


પાંચ કરોડથી વધુ મહિલાઓને થશે ફાયદો
એક અંદાજ મુજબ DAY-NRLM અંતગર્ત 5 કરોડ મહિલા સ્વ-સહાય જૂથોની મહિલાઓ આ સુવિધા માટે પાત્ર બનશે. PM મોદી (PM Modi) સરકારની આ યોજનાનો સીધો ફાયદો દેશની લગભગ 5 કરોડ મહિલાઓને થશે. સરકારી બેંકો અને રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ વર્ચ્યુઅલ માધ્યમથી થશે. બેંકોના મેનેજિંગ ડિરેક્ટર્સ અને સીઈઓ/ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર્સ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ, ચીફ જનરલ મેનેજર્સ/જનરલ મેનેજર્સ અને રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશનના મુખ્ય કાર્યકારી અધિકારીઓ/રાજ્ય મેનેજિંગ ડિરેક્ટર્સ આ કાર્યક્રમમાં ભાગ લે તેવી અપેક્ષા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube