નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણના દર્દીઓ સંખ્યા વધીને 5194 થઇ ગઇ છે. આ મહામારીથી અત્યાર સુધીમાં 149 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 72 નવા કેસ સામે આવ્યા છે. 402 લોકો આ બિમારીથી સ્વસ્થ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સવિચ લવ અગ્રવાલે બુધવારે આ જાણકારી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગ્રવાલે કહ્યું, કોરોના સંક્રમણ પર ટ્રેનિંગ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. કોરોના પર સ્વાસ્થ્ય સુવિધાઓ વધારવામાં આવી રહી છે. તેના દ્વારા હેલ્થ વર્કર અને આ બીમારીને લડત આપવા જોડાયેલા અન્ય તમામ લોકોને સપોર્ટ આપવામાં આવશે. હોસ્પિટલ ફેસિલિટીને ક્લાસિફાઈ કરવામાં આવ્યું છે.


અગ્રવાલે જણાવ્યું કે, જેમ જેમ ભારતમાં કેસ વધી રહ્યાં છે. તેના અંતર્ગત અમે તૈયારી કરી રહ્યાં છે. આપણે સાવધાન રહેવાની જરૂરીયાત છે. વાયરસના ટ્રાન્સમિશન ચેન તોડવા માટે કેન્દ્ર સરકારની સાથે મળીને કામ કરી રહ્યાં છીએ. જો કોઇપણ ભુલ થઈ તો સમગ્ર પ્રયાસ નિષ્ફળ જશે. લોકોથી અપીલ છે કે, લોકડાઉનનું સંપૂર્ણ રીતે પાલન કરો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube