જયપુરઃ રાજસ્થાનમાં શનિવારે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના 52 નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટ અનુસાર રાજધાની જયપુરમાં 38, પ્રતાપગઢ, સિરોહી, બીકાનેરમાં 3-3, જોધપુરમાં 2, અજમેર તથા ભીલવાડામાં 1-1 કેસ મળી આવ્યો છે. આ બધા વ્યક્તિઓને સંબંધિત મુખ્ય ચિકિત્સા તથા સ્વાસ્થ્ય અધિકારી દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ કરતા ઓમિક્રોન પોઝિટિવ કેસને ડેડિકેટેડ ઓમિક્રોન વોર્ડમાં આઈસોલેટ કરવામાં આવી રહ્યાં છે. તમામ 52 વ્યક્તિઓમાંથી 9 વિદેશથી આપ્યા છે. 4 વ્યક્તિ વિદેશી વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા છે. જ્યારે 12 વ્યક્તિઓએ અન્ય રાજ્યોની યાત્રા કરી છે. 2 પૂર્વમાં આવેલા ઓમિક્રોનના સંપર્કમાં હતા. રાજસ્થાનમાં અત્યાર સુધી ઓમિક્રોનના 121 કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર પૂર્વમાં આવેલા ઓમિક્રોનના 61 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. કોરોનાનો નવો વેરિએન્ટ રાજધાની જયપુર સહિત 7 જિલ્લામાં ફેલાય ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજધાની જયપુરમાં સૌથી વધુ કેસ
રાજધાની જયપુરમાં 38 નવા કેસ આવવા પર સ્વાસ્થ્ય અધિકારીઓની ચિંતા વધી ગઈ છે. તમામ પ્રતિબંધો છતાં જયપુરમાં ઓમિક્રોનના કેસમાં મોટ વધારો થઈ રહ્યો છે. રાજસ્થાનમાં જે રીતે કોરોના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યાં છે તેને જોઈને લાગે છે કે રાજસ્થાનમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. ગેહલોત સરકારે વધતા કેસને જોતા કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરી હતી. પરંતુ ગાઇડલાઇનનું કડક પાલન ન થતાં કેસ વધી રહ્યાં છે. મુખ્યમંત્રી ગેહલોતે કોરોનાના કેસને લઈને શુક્રવારે મહત્વની બેઠક યોજી હતી. કોવિડ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને કડક શબ્દોમાં ચેતવણી આપી કે કોઈપણ પ્રકારની બેદરકારીથી જયપુરમાં મુંબઈ અને દિલ્હી જેવી સ્થિતિ થઈ જશે. 


આ પણ વાંચોઃ Coronavirus: મહારાષ્ટ્રમાં 10 મંત્રી અને 20 ધારાસભ્યો કોરોના સંક્રમિત, સરકાર લગાવી શકે છે પ્રતિબંધો


અન્ય રાજ્યોના યાત્રિકોએ વધારી ચિંતા
દિલ્હી સહિત રાજસ્થાનના પાડોસી રાજ્યોમાં નવા વર્ષના જશ્નને લઈને લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે રાજસ્થાનમાં અન્ય રાજ્યોના યાત્રિકોની અવરજવર રહી. જેના કારણે કોરોના કેસ વધી રહ્યાં છે. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના જે આંકડા આવ્યા છે, જેમાંથી 4 વ્યક્તિ વિદેશી યાત્રિના સંપર્કમાં છે. રાજસ્થાનમાં ઓમિક્રોનના વધી રહેલા કેસ ચિંતાનું કારણ છે. જો અહીં સ્થિતિ કાબુમાં નહીં આવે તો ઓમિક્રોન ભયાનક બની જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube