દેશના 56 પૂર્વ સનદી અધિકારીઓએ આમ આદમી પાર્ટીની રાજકીય માન્યતા રદ કરવા માટે ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે. રાજકોટમાં અરવિંદ કેજરીવાલે તાજેતરમાં કરેલી પ્રેસ કોન્ફરન્સના આધારે આ રજૂઆત કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે સરકારી કર્મચારીઓને આમ આદમી પાર્ટી માટે કામ કરવા માટે નિવેદન આપ્યું હતું. આ નિવેદન સનદી સેવાઓના નિયમોના ભંગ સમાન હોવાની રજૂઆત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓએ માંગણી કરી છે કે ચૂંટણી બંધારણમાં અપાયેલા અધિકારોનો ઉપયોગ કરીને આમ આદમી પાર્ટી પર કડક કાર્યવાહી કરીને તેની માન્યતા રદ રદ કરે. પત્રમાં અરવિંદ કેજરીવાલની રાજકોટમાં કરવામાં આવેલી એક પ્રેસ કોન્ફરન્સનો હવાલો અપાયો છે. 56 પૂર્વ સનદી અધિકારીઓએ ભારતના ચૂંટણી પંચને પત્ર લખીને 'ચૂંટણી લોકતંત્રને નષ્ટ' કરવા બદલ આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરવાની માંગણી કરી છે. આ પૂર્વ સિવિલ સેવકોએ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા કરાયેલી 'અસંતુલિત અને વિવાદાસ્પદ' ટિપ્પણીઓ તરફ ઈશારો કર્યો છે. આગ્રહ કરાયો છે કે પાર્ટીની માન્યતા રદ કરવામાં આવે કારણ કે તેમના નેતા અરવિંદ કેજરીવાલે તાજેતરમાં ગુજરાતમાં સરકારી અધિકારીઓને લાલચ આપવાનો કથિત પ્રયત્ન કર્યો જેથી કરીને થોડા મહિના બાદ થનારી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ફાયદો થઈ શકે. 


'દિલ્હીના સીએમએ અધિકારીઓને ઉક્સાવ્યા'
પૂર્વ સનદી અધિકારીઓએ 3 સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં થયેલી અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સનો હવાલો આપતા કહ્યું કે દિલ્હીના સીએમએ નોકરશાહોને આમ આદમી પાર્ટીના પક્ષમાં કામ કરવા માટે ઉકસાવ્યા જેથી કરીને ચૂંટણીમાં પાર્ટીને જીત મળી શકે. સિવિલ સેવકોએ કહ્યું કે તેઓ કેજરીવાલના આ પ્રયત્નને ધરમૂળથી ફગાવે છે. પત્રમાં કહેવાયું છે કે કેજરીવાલે આગામી વિધાનસભા ચૂંટણીમાં AAP ને જીત અપાવવા માટે હોમગાર્ડ, પોલીસકર્મીઓ, આંગણવાડી કાર્યકરો, રાજ્ય પરિવહન ડ્રાઈવરો સહિત અન્ય લોકોને કામ કરવા માટે આહ્વાન કર્યું હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube