Rajya Sabha Election 2022 in 15 States: દેશમાં ફરી એકવાર ચૂંટણીની મૌસમ શરૂ થઈ રહી છે. હાલ રાજ્યસભાની ચૂંટણીને લઈને દેશની તમામ પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે. 15 રાજ્યોની 57 બેઠકો પર ચૂંટણી થનાર છે. જેણા માટે 10 જૂને વોટિંગ કરવામાં આવશે. બીજેપી, કોંગ્રેસ સહિત ઘણી સ્થાનિક પાર્ટીઓ રાજ્યસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે અલગ અલગ રણનીતિઓ બનાવી રહ્યા છે. 31 મે સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે અને 1 જૂને ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે. જ્યારે 3 જૂના સુધી ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી શકાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભા ચૂંટણી 2022ને લઈને 10 જૂને સવારે 9 વાગ્યાથી વોટિંગ શરૂ થશે અને સાંજે 4 વાગ્યા સુધી વોટિંગ ચાલું રહેશે. મત ગણતરીનું કામ એ જ દિવસે સાંજે 5 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે 24 મેના રોજ આ સંબંધમાં સૂચના જાહેર કરવામાં આવી હતી.


તમને જણાવી દઈએ કે રાજ્યસભાની 245 બેઠકોમાંથી આ વર્ષે 21 જૂનથી 1 ઓગસ્ટની વચ્ચે 15 રાજ્યોના 57 રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે.


મહત્વનું છે કે, દેશમાં હાલના સમયમાં રાજ્યસભામાં બીજેપીના 95 સભ્યો છે, જ્યારે કોંગ્રેસના 29 સભ્ય છે. રાજ્યસભામાં યુપી માટે સૌથી વધુ 31 બેઠકો છે. તેમાંથી 11 રાજ્યસભાના સાંસદોનો કાર્યકાળ 4 જુલાઈએ પુરો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર અને તમિલનાડુના 6-6 સભ્યો, જ્યારે બિહારમાંથી 5 રાજ્યસભાના સભ્યો, અને આંધ્રપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનમાંથી રાજ્યસભાના 4-4 સભ્યોનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે.


જ્યારે મધ્યપ્રદેશ અને ઓડિશામાંથી રાજ્યસભાના 3-3 સભ્યો, છત્તીસગઢ, તેલંગાણા, ઝારખંડ, પંજાબ અને હરિયાણામાંથી રાજ્યસભાના 2-2 સભ્યોનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. પંજાબમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ અહીંની બન્ને સીટો પર આપના ઉમેદવાર કબજો જમાવી શકે છે.


દેશમાં રાજ્યસભાની કઈ બેઠકો પર ચૂંટણી?
ઉત્તર પ્રદેશ- 11
મહારાષ્ટ્ર- 06
તમિલનાડું- 06
બિહાર- 05
આંધ્રપ્રદેશ- 04
રાજસ્થાન- 04
કર્ણાટર- 04
ઓડિશા- 03
મધ્યપ્રદેશ- 03
તેલંગાણા- 02
છત્તીસગઢ- 02
ઝારખંડ- 02
પંજાબ- 02
હરિયાણા- 02
ઉત્તરાખંડ- 01


રાજ્યસભાની ચૂંટણીમાં કોણ લઈ છે ભાગ?
રાજ્યસભામાં સૌથી વધુ 250 સભ્યોની જોગવાઈ છે. તેમાંથી 238 મેમ્બર વોટિંગથી પસંદગી કરવામાં આવે છે, જ્યારે 12 સભ્યો રાષ્ટ્રપતિ તરફથી નામિત કરવામાં આવે છે. રાજ્યસભાની ચૂંટણીમાં રાજ્યોની વિધાનસભાના ધારાસભ્યો ભાગ લે છે. આ ચૂંટણીમાં રાજ્યોની વિધાનસભાના સભ્યો વોટિંગ કરતા નથી અને ના તો સામાન્ય જનતા વોટિંગ કરે છે. દેશના ઉપલા ગૃહ રાજ્યસભાના એક તૃતીયાંશ સભ્યોનો કાર્યકાળ દર બે વર્ષે સમાપ્ત થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube