5G India Speed and Launch Date: લાંબા સમયથી આ વાત ચાલી રહી હતી કે ભારતમાં 4G બાદ 5G સેવાઓ લોન્ચ કરવાની છે. આ વિશે ઘણા સમાચાર આવી રહ્યા છે 5G સ્પેક્ટ્રમની હરાજી પણ ચાલી રહી છે જિયો (Jio) , એરટેલ (Airtel) , વોડાફોન આઇડિયા (Vodafone Idea) અને અદાણી (Adani) આ ઓક્શનમાં ભાગ લઇ રહ્યા છે. તાજેતરમાં જ સ્વતંત્રતા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ પોતાની સ્પીચમાં 5G  ને લઇને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આવો જાણીએ કે ભારતમાં 5G ક્યારે લોન્ચ (5G India Launch) થઇ શકે છે. અને તેની સ્પીડ (5G Speed in India) કેટલી હશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં આટલી હશે 5G ની સ્પીડ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સ્પીચમાં ટેક્નોલોજી વિકાસ સાથે જોડાયેલી કેટલીક વાતો કહી છે. પીટીઆઇના અનુસાર પોતાની સ્પીચમાં પ્રધાનમંત્રી એ પણ જણાવ્યું કે ભારતમાં 5G ની સ્પીડ કેટલી હોઇ શકે છે. તેમનું એ પણ કહેવું છે કે 5G ની સ્પીડ ભારતમાં 4G કરતાં દસ ગણી વધારે હોઇ શકે છે. તેમણે એ પણ કહ્યું કે 5G લેગ-ફ્રી કનેક્ટિવિટી ઓફર કરશે. 

Common Charging Port: એક જ ચાર્જર વડે દરેક મોબાઇલ થશે ચાર્જ, આજે લેવાશે નિર્ણય!


ભારતમાં 5G ની Launch Date
ભારતમાં 5G આગામી મહિને લોન્ચ થઇ શકે છે. જ્યાં નરેન્દ્ર મોદીના હિસાબે 5G ટૂંક સમયમાં લોન્ચ થશે. એરટેલનો આ દાવો છે કે તે ઓગસ્ટમાં જ 5G ને રોલઆઉટ કરવાનું શરૂ કરી દેશે અને જિયોના આકાશ અંબાણીની વાતોથી એ પણ અંદાજો લગાવી શકાય છે કે જિયો પણ ઓગસ્ટમાં જ 5G ને લોન્ચ કરી શકે છે. વીઆઇ તરફથી તો કોઇ જાણકારી નથી આવી અને અદાણી 5G ને હાલ ફક્ત પ્રાઇવેટ નેટવર્ક તરીકે લોન્ચ કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube