5G ટેક્નોલોજીથી વિમાનને જોખમ! એર ઈન્ડિયાએ અમેરિકા જતી અનેક ફ્લાઈટ્સ રદ કરી
અમેરિકાના એરપોર્ટ્સ પર આજથી 5જી ઈન્ટરનેટ સેવા શરૂ થઈ રહી છે જેની સીધી અસર ભારતીય ઉડાણો પર પડી રહી છે.
નવી દિલ્હી: અમેરિકાના એરપોર્ટ્સ પર આજથી 5જી ઈન્ટરનેટ સેવા શરૂ થઈ રહી છે જેની સીધી અસર ભારતીય ઉડાણો પર પડી રહી છે. અત્રે જણાવવાનું કે એર ઈન્ડિયાએ અમેરિકા જનારી ફ્લાઈટ્સ રદ કરી છે. એર ઈન્ડિયાએ પોતે આ જાણકારી આપી.
શિડ્યૂલમાં થઈ શકે છે ફેરફાર
અત્રે જણાવવાનું કે હાલ ભારતથી અમેરિકા વચ્ચે ફક્ત એર ઈન્ડિયાના જ વિમાનો ઉડાણ ભરે છે. પરંતુ 5G ટેક્નોલોજીના કારણે તેમાં પણ ફેરફાર આવશે. એર ઈન્ડિયાએ એક અન્ય ટ્વીટમાં જણાવ્યું કે 19 જાન્યુઆરીના રોજ દિલ્હીથી વોશિંગ્ટન માટે ઉડાણ ભરનારી ફ્લાઈટ AI103 પોતાના નિર્ધારિત સમયથી જ રવાના થશે. જો કે અન્ય કેટલીક ફ્લાઈટ્સ પર અસર રહેશે.
એરપોર્ટથી દૂર રાખો 5જી
એરલાઈન અધિકારીઓનું કહેવું છે કે અમેરિકામાં 5જી ટેક્નોલોજી લાગૂ થવાના કારણે વિમાનના એન્જિન અને બ્રેકિંગ સિસ્ટમને લેન્ડિંગ મોડમાં જવાથી અડચણો પેદા થઈ શકે છે. આવામાં વિમાનો માટે લેન્ડ કરાવવામાં મુશ્કેલી પડી શકે છે. આ કંપનીઓનું કહેવું છે કે સ્થાનિક સરકાર સમગ્ર દેશમાં 5જી લગાવે પરંતુ તેને એરપોર્ટની રેન્જથી દૂર રાખે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube