શ્રીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ત્રણ દિવસીય પ્રવાસ પર જમ્મુ-કાશ્મીર પહોંચ્યા છે. આર્ટિકલ 370 હટ્યા બાદ પ્રથમવાર અહીં પહોંચેલા ગૃહમંત્રીએ 5 ઓગસ્ટ 2019ના નિર્ણયના ફાયદા ગણાવ્યા અને કહ્યુ કે, તેને સુવર્ણ અક્ષરમાં લખવામાં આવશે. શાહે કહ્યુ કે, ત્યારબાદ કાશ્મીરમાં આતંકવાદ, ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારનો ખાતમો થયો અને નવી શરૂઆત થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે કહ્યુ, 'જમ્મુ-કાશ્મીરની શાંતિમાં ખલલ નાખવા ઈચ્છે છે, તેનો અમે મજબૂતીથી સામનો કરીશું. આ જે વિકાસની યાત્રાની શરૂઆત થઈ છે તેમાં કોઈ વિઘ્ન ન નાખી શકે. આ અમારી પ્રતિબદ્ધતા છે. આતંકવાદથી જ્યાં 40 હજાર લોકોના જીવ ગયા છે, જેમાં સૈનિક, સામાન્ય નાગરિક અને આતંકવાદી સામેલ છે. ગુંડાગીરી અને વિકાસ એક સાથે થઈ શકે છે શું? ક્યારેય નહીં. વિકાસની પ્રથમ શરત શાંતિ છે. કોણ તેને કાઢી શકે છે. સરકાર કાઢી શકે છે શું? ના ભાઈ ના. સરકાર પ્રયાસ કરી શકે છે, ગુંડાગીરી કાઝવાનું કામ યુથ ક્લબના 45 હજાર યુવાઓએ આ કરવાનું છે. તમારે શાંતિ દૂત બનીને યુવાનોને સમજાવવાનું છે કે આ રસ્તો યોગ્ય નથી.'


UP ચૂંટણી પહેલા રામલલાની શરણમાં કેજરીવાલ, 26 ઓક્ટોબરે જશે અયોધ્યા


અબ્દુલ્લા અને મુફ્તી પરિવારનું નામ લીધા વિના શાહે પરિવારવાદ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, 'હું એ કહેવા માંગતો નથી કે દેશને 70 વર્ષમાં શું મળ્યું. પરંતુ બીજા 70 વર્ષમાં કાશ્મીરને 6 સાંસદો અને ત્રણ પરિવારો મળ્યા. મારા પરિવારમાં કોઈ રાજકારણમાં નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube