કાનપુર/રાજેશ એન. અગ્રવાલ : કાનપુર નૌબસ્તાના કેશવ નગર સ્થિત મધર ટેરેસા હાયર સેકન્ડરી સ્કૂલમાં મંગળવારે કવિતા સંભળાવી રહેલ એક વિદ્યાર્થી અચાનક બેહોશ થઈ ગયો હતો. ઘટનાના થોડા  સમય બાદ તેનુ મોત નિપજ્યું હતું. પરિવારજનોનો આરોપ છે કે, સ્કૂલ મેનેજમેન્ટના માનસિક દબાણને કારણે તેમના બાળકનુ મોત થયું છે. આ ઘટનાથી ગુસ્સાયેલ પરિવારજનોએ આરોપ લગાવ્યો કે, તબિયત ખરાબ હોવા છતા સ્કૂલવાળાઓએ તેને તરત હોસ્પિટલ પહોંચાડ્યો ન હતો. જેને કારણે તેનું મોત નિપજ્યું હતું. પરિવારજનોએ સ્કૂલ મેનેજમેન્ટ સામે બાળકની હત્યાનો ગુનો નોંધ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, નૌબસ્તા કેશવ નગર નવાસી અમિત ગપ્તા નગર નિગમમાં નોકરી કરે છે. ઘરમાં તેમની પત્ની અંશુ ગુપ્તા અને બે બાળકો અમિતાંશી અને અંશુમિત છે. મૃતકના સંબંધીઓએ જણાવ્યુ કે, મંગળવારે અંશુમતિની અંગ્રેજીની મૌખિક પરીક્ષા હતી. સવારે અંદાજે 11.30 કલાકે તેની ક્લાસ ટીચર મમતા સિંહ તેની કવિતા સાંભળી રહી હતી. સ્કૂલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, અંશુમિત અચાનક બેહોશ થઈને નીચે પડી ગયો હતો. સૂચના અપાતા જ અંશુમિતની માતા સ્કૂલમાં પહોંચી હતી. બંને અંશુમતિને લઈને પહેલા રમાશિવ અને બાદમાં રિજન્સી હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીંથી બાળકને હેલટ રેફર કરી દેવાયો હતો. 


હેલટમા ડોક્ટરોએ અંશુમતિને મૃત જાહેર કર્યો હતો. તેના બાદ પરિવારજનોએ સ્કૂલ મેનેજમેન્ટ પર લાપરવાહીનો આરોપ લગાવીને હંગામો કર્યો હતો. નૌબસ્તા પોલીસ સ્ટેશનના પીઆઈ સમર બહાદુર સિંહના જણાવ્યા અનુસાર, બાળકની માતા દ્વારા રિપોર્ટ ફાઈલ કરવામાં આવી છે. 


તો બીજી તરફ સ્કૂલનું કહેવું છે કે, બાળક સાથે કોઈ પણ પ્રકારનો ખોટો વ્યવહાર કરવામાં આવ્યો નથી. બાળક પ્લે ગ્રૂપમાં અભ્યાસ કરતો હતો. બીજી તરફ, બાળકને કિડની અને લિવરમાં ઈન્ફેક્શન હોવાની વાત પણ સામે આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.