કર્ણાટક: નિર્માણધીન સીમેંટ ફેક્ટરીમાં ક્રેન ખાબકી, 6 મજૂરોના મોત, અનેક ઘાયલ
કર્ણાટકના કલબુર્ગીમાં ગુરૂવારે સાંજે એક અકસ્માતમાં ઓછામાં ઓછા છ મજૂરોના મોત નિપજ્યા છે અને ઘણા ઘાયલ થયા છે. આ અકસ્માત એક નિર્માણધીન સીમેંટ ફેક્ટરીની ક્રેન પડવાના લીધે થયો. ઘટનાસ્થળ પર પોલીસ તથા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા રાહત અને બચાવકાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જિલ્લા વહિવટીતંત્રએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
બેંગલુરૂ: કર્ણાટકના કલબુર્ગીમાં ગુરૂવારે સાંજે એક અકસ્માતમાં ઓછામાં ઓછા છ મજૂરોના મોત નિપજ્યા છે અને ઘણા ઘાયલ થયા છે. આ અકસ્માત એક નિર્માણધીન સીમેંટ ફેક્ટરીની ક્રેન પડવાના લીધે થયો. ઘટનાસ્થળ પર પોલીસ તથા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા રાહત અને બચાવકાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જિલ્લા વહિવટીતંત્રએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. બીજી તરફ કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ અધિકારીઓને ઘટનાસ્થળ પર જઇને રાહત અને બચાવ કાર્યો ઝડપી કરવા અને ઇજાગ્રસ્તોને સંભવ મદદ કરવાના નિર્દેશ આપ્યા છે. તેમણે આ ધટના પર દુખ વ્યક્ત કર્યું છે.
આ અકસ્માત જે સમયે થયો તે સમયે નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. ક્રેન પર ઘણા મજૂરો કામ કરી રહ્યા હતા. ત્યારે ક્રેન તૂટી ગઇ. ક્રેન તૂટતાં સમગ્ર વિસ્તારમાં બૂમાબૂમ મચી ગઇ હતી.
હૈદ્વાબાદમાં 2 બાળકોના મોત
એક અન્ય ઘટનાક્રમમાં તેલંગાણામાં સ્કૂલનો એક ભાગ ઢળી પડતાં બે બાળકોના મોત નિપજ્યા હતા અને 4 અન્ય ઘાયલ થયા છે. અકસ્માતના સમયે એક ક્લાસમાં બાળકો કરાટેની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યારે અચાનક ક્લાસની છત ઢળી પડી. અકસ્માત સમયે ત્યાં 40 બાળકો હાજર હતા. આ ઘટના કુકાટપલ્લી વિસ્તારમાં સર્જાઇ.