રાજસ્થાનમાં કોરોનાના 6 નવા કેસ સામે આવ્યા, કુલ 23 કેસ નોંધાતા હડકંપ
રાજસ્થાનમાં કોરોનાનાનો કોહરામ સતત ચાલુ છે. આજે ફરીથી રાજસ્થાનમાં 6 નવા કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. તેમાંથી 5 કેસ ભીલવાડા જિલ્લાથી અને એક જયપુરથી સામે આવ્યા છે. ભીલવાડાના 5 કેસ એક હોસ્પિટલના સ્ટાફના છે, જ્યાં એક ડોક્ટર પણ પોઝિટીવ જોવા મળ્યા છે. ACS મેડિકલ રોહિત કુમાર સિંહે આ તમામ દર્દીઓની પુષ્ટિ કરી છે.
જયપુર: રાજસ્થાનમાં કોરોનાનાનો કોહરામ સતત ચાલુ છે. આજે ફરીથી રાજસ્થાનમાં 6 નવા કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. તેમાંથી 5 કેસ ભીલવાડા જિલ્લાથી અને એક જયપુરથી સામે આવ્યા છે. ભીલવાડાના 5 કેસ એક હોસ્પિટલના સ્ટાફના છે, જ્યાં એક ડોક્ટર પણ પોઝિટીવ જોવા મળ્યા છે. ACS મેડિકલ રોહિત કુમાર સિંહે આ તમામ દર્દીઓની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઇએ કે રાજસ્થાનમાં અત્યાર સુધી કુલ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 23 પહોંચી સુધી છે.
તમને જણાવી દઇએ કે કોરોનાનો સૌથી પહેલો પોઝિટિવ કેસ સામે આવ્યો હતો, તે દર્દીનું ખાનગી હોસ્પિટલ ફોર્ટિસમાં હાર્ટ એટેકથી મોત થયું હતું. જે ઇટલીના 69 વર્ષીય પર્યટકનું મોત થયું, તે કોરોનાથી ઠીક થઇ ગયો હતો. આ રાજસ્થાનનો પહેલો પોઝિટીવ કેસ હતો. જે ઇટલીના પર્યટક દળ સાથે 29 ફેબ્રુઆરીના રોજ જયપુર આવ્યા હતા, તેમાં એકની તબિયત ખરાબ થયા બાદ તેને ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેની તબિયત વધુ ખરાબ થતાં ફરીથી તેને SMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. એસએમએસ હોસ્પિટલમાં સારવાર બાદ એન્ડ્રી કાર્લી (69 વર્ષ)ની કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એસએમએસ હોસ્પિટલમાં એડમિટ થતાં પહેલાં જ તેમના લંગ્સ સારી કંડીશનમાં ન હતા. કોરોનાથી નેગેટિવ થયા બાદ ઇટલી દૂતાવાસના કહેવા પર જ એન્ડ્રી કાર્લીને એસએમએસ હોસ્પિટલથી ફોર્ટિસ શિફ્ટ કરવામાં આવ્યો હતો. જ્યાં શુક્રવારે સવારે મોત થયું.
સીએમ ગેહલોતે વીડિયો કોફ્રેંસિંગ
સાથે જ કોરોના વાયરસનો સામનો કરવા માટે સીએમ અશોક ગેહલોત પણ ગંભીર છે. આ તમામ સ્થિતિ વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોરોનાને લઇને રાજ્ય સ્તરીય વીડિયો કોફ્રેંસિંગ કરતાં દરેક જિલ્લામાં સ્થિતિ અને તૈયારીઓની સમીક્ષા કરી. ભીલવાડા, ઝુંઝુન જિલ્લામાં પોઝિટિવ કેસોની જે પ્રકારની સ્થિતિ છે, તેને લઇને ત્યાં કર્ફ્યૂ જેવી સ્થિતિ છે. સીએમએ ડીજીપી રાજસ્થાનને આ નિર્દેશ આપ્યા છે કે કોઇપણ વ્યક્તિ જો સોશિય્લ મીડિયા પર કોરોનાને લઇને ભ્રામક જાણકારી અપડેટ કરે છે તો તેના વિરૂદ્ધ એક્શન લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube