Omicron Variant ના જોખમને જોતા સરકારે લીધું મોટું પગલું, RT-PCR ટેસ્ટ વગર હવે આ રાજ્યમાં નહીં મળે પ્રવેશ
કોરોના વાયરસ (Corona Virus) ના નવા વેરિએન્ટ ઓમિક્રોને (Omicron Variant ) દુનિયાભરમાં લોકોના સુખચેન પાછા છીનવી લીધા છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
મુંબઈ: કોરોના વાયરસ (Corona Virus) ના નવા વેરિએન્ટ ઓમિક્રોને (Omicron Variant ) દુનિયાભરમાં લોકોના સુખચેન પાછા છીનવી લીધા છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ત્યારબાદ ભારત સરકારે નવા વેરિએન્ટથી બચાવ માટે તૈયારીઓ તેજ કરી છે. આ બધા વચ્ચે દક્ષિણ આફ્રિકા અને અન્ય હાઈ રિસ્કવાળા દેશોથી મહારાષ્ટ્ર પાછા ફરેલા 6 લોકો કોરોના વાયરસ સંક્રમિત મળી આવ્યા છે. ત્યારબાદ પ્રશાસનની ચિંતા વધી ગઈ છે.
Omicron Variant ની પુષ્ટિ નથી
કોરોના વાયરસથી સંક્રમિત મળી આવેલા 6 લોકોમાં હજુ સુધી નવા વેરિએન્ટ ઓમિક્રોનની પુષ્ટિ થઈ નથી. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે કોરોના સંક્રમિત મળી આવેલા લોકોના નમૂના જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલી દેવાયા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ સાથે જ તેમની કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ થઈ રહી છે. આ મુસાફરો દક્ષિણ આફ્રિકા અને અન્ય દેશોથી આવેલા છે જે મુંબઈ મહાનગર પાલિકા, કલ્યાણ-ડોમ્બિવલી, મીરા-ભાયંદર અને પુણે નગર નિગમ સીમાઓમાં મળ્યા છે. નાઈજીરિયાથી પહોંચેલા બે મુસાફરો પુણે નીજક પિંપરી-ચિંચવાડ નિગમ ક્ષેત્રમાં મળી આવ્યા છે. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાં મુજબ તેમના સંપર્કમાં આવેલા લોકોની ભાળ મેળવવાની કવાયત ચાલુ છે. આ તમામ મુસાફરો જો કે તપાસમાં કોરોના સંક્રમિત મળ્યા છે પરંતુ તેઓ કાં તો લક્ષણો વગરના કે હળવા લક્ષણોવાળા છે.
Omicron: આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે આજથી નવા નિયમો લાગૂ, 'ઓમિક્રોન' અંગે સરકાર એકદમ સતર્ક
ભિવંડીના વૃદ્ધાશ્રમમાં વધુ 17 લોકો પોઝિટિવ
મહારાષ્ટ્રના ભિવંડી સ્થિત માતોશ્રી વૃદ્ધાશ્રમમાં 17 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ અગાઉ સોમવારે વૃદ્ધાશ્રમમાં 62 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. ત્યારબાદ 52 અન્ય લોકોના ટેસ્ટ કરાયા. એન્ટીજન ટેસ્ટમાં 17 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. પરંતુ આરટી પીસીઆર ટેસ્ટમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને હવે તેમને આઈસોલેટ કરાયા છે. ભિવંડીના વૃદ્ધાશ્રમમાં કોરોના પોઝિટિવ મળી આવેલા લોકોમાં મોટાભાગના લોકોએ કોરોના રસીના બંને ડોઝ લીધા હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube