આ શહેરમાં કુંભથી પરત ફરેલા 83 શ્રદ્ધાળુઓમાંથી 60 કોરોના સંક્રમિત, 22 ગુમ
વહિવટીતંત્રના અનુસાર આ મામલો વિદિશા જિલ્લા મુખ્યાલયથી 40 કિલોમીટર દૂર સ્થિત ગ્યારસપુરનો છે. 83 તીર્થસ્થળો ત્રણ અલગ-અલગ બસોમાં 11 થી 15 એપ્રિલ વચ્ચે હરિદ્વારા (Haridwar) માટે રવાના થયા હતા. પરત ફર્યા એટલે તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો.
ભોપાલ: મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના વિદિશા (Vidisha) માં કુંભ (Kumbh) થી પરત ફરેલા 83 શ્રદ્ધાળુઓમાંથી 60નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમાંથી 22 ના વિશે વહિવટી તંત્રએ કોઇ જાણકારી આપી નથી. એકસાથે 60 લોકો કોરોના (Coronavirus) સંક્રમિ થયા હોવાના સમાચારે સરકાર સથે સાથે તે તમામ રાજ્યોને પણ ચિંતામાં મુકી દીધા છે, જ્યાંના શ્રદ્ધાળુએ કુંભમાં ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં પહેલાંથી જ કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે.
પરત આવતાં થયો Corona Test
વહિવટીતંત્રના અનુસાર આ મામલો વિદિશા જિલ્લા મુખ્યાલયથી 40 કિલોમીટર દૂર સ્થિત ગ્યારસપુરનો છે. 83 તીર્થસ્થળો ત્રણ અલગ-અલગ બસોમાં 11 થી 15 એપ્રિલ વચ્ચે હરિદ્વારા (Haridwar) માટે રવાના થયા હતા. પરત ફર્યા એટલે તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો, તો 60 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. 83 માથી 22 વિશે વહિવટીતંત્રએ કોઇ જાણકારી આપી નથી. અધિકારી તેમની શોધખોળ કરી રહી છે.
ZOOM ક્લાસમાં વિદ્યાર્થી સાથે LIVE હતા ટીચર, અચાનક કરવા લાગ્યા પત્ની સાથે રોમાન્સ
બસમાં ગયા હતા Haridwar
એક અધિકારીએ જણાવ્યું કે તમામ તીર્થયાત્રીઓ પહેલાં ગ્યારસપુરથી કલેક્ટર કચેરી પહોંચ્યા, પછી બસમાંથી હરિદ્વાર માટે રવાના થયા હત. શ્રદ્ધાળુઓ જ્યારે 25 એપ્રિલના ગ્યારસપુર પરત ફર્યા તો તેમના વિશે જાણકારી પ્રાપ્ત કરી તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સ્વાસ્થ્ય વિભાગના અનુસાર હરિદ્વાર 83 શ્રદ્ધાળુ ગયા હતા. જેમાં ફક્ત 61 ની જ જાણકારી મળી હતી. 22 નો હજુસુધી અતોપત્તો નથી અને તેમની શોધખોળ માટે પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. જે 61 લોકો વિશે ખબર પડી છે તેમાંથી 60 કોરોના સંક્રમિત મળી આવ્યા છે.
બેકાબી બની Corona ની ગતિ, એક દિવસમાં સામે આવ્યા 4 Lakh ની આસપાસ કેસ, 3501 લોકોના મોત
5 ની સ્થિતિ ગંભીર
સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે પોઝિટિવ મળી આવેલા 60માંથી 5 હાલત ગંભીર છે. તેમણે COVID સેન્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત બાકી 55 સંક્રમિતોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. એક અધિકારીએ કહ્યું કે 'કુંભથી આવનાર પર નજર રાખવામાં આવી રહી છે. કારણ કે સમય પર અલગ અલગ કરી દેવામાં આવ્યા છે, તો તે સુપર સ્પ્રેડર બની જશે અને ઘણા લોકોને સંક્રમિત કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube