રાંચીઃ ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં 15 જિલ્લાની 43 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ તબક્કામાં યોજાયું. આંકડા પ્રમાણે 43 સીટો પર 65.78 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં 1.37 કરોડ જેટલાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો... આ તબક્કામાં અનેક પૂર્વ મુખ્યમંત્રી-મંત્રીઓ સહિત 684 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું... ત્યારે કઈ-કઈ સેલિબ્રિટીઓએ પોતાના મતનો ઉપયોગ કર્યો?... જોઈશું આ રિપોર્ટમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કા માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું... આ તબક્કામાં 15 જિલ્લાની 43 બેઠકો પર 1.37 કરોડ જેટલાં મતદારોએ લોકશાહીના પર્વની ઉજવણી કરી... 


આ વખતે JMMના નેતા અને મુખ્યમંત્રી હેમંત સોરેનની અગ્નિ પરીક્ષા છે... ત્યારે તેમણે પોતાની પત્ની સાથે મતદાનકેન્દ્ર પહોંચીને મતદાન કર્યુ... અને મતદાન બાદ ગઠબંધન સરકારની ભવ્ય જીતનો દાવો કર્યો...


JMMમાં ભાજપમાં જોડાયેલા ચંપઈ સોરેનનું ભવિષ્ય પણ દાવ પર છે... તે સરાઈકેલા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે... ત્યારે તેમણે પૈતૃક ગામમાં પહોંચીને સહપરિવાર મતદાન કર્યુ... મતદાન બાદ તેમણે કહ્યું કે હેમંત સોરેનની સરકાર નિષ્ફળ હોવાનો આરોપ લગાવ્યો...


ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ પત્ની સાક્ષી સાથે મતદાન કેન્દ્ર પહોંચીને પોતાનો મત આપ્યો... ધોનીએ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી છે પરંતુ હજુ પણ ચાહકોમાં તેને લઈને ભારે ક્રેઝ છે... 


આ તબક્કામાં કોંગ્રેસના નેતા ડૉ. અજોય કુમાર પણ નસીબ અજમાવી રહ્યા છે... પાર્ટીએ તેમને જમશેદપુર પૂર્વથી ટિકિટ આપી છે... તેમણે સવારે મંદિરમાં જઈને પૂજા-અર્ચના કર્યા પછી મતદાન કર્યુ... મત આપ્યા પછી તેમણે મીડિયા સાથે વાતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ બેઠક પરથી તેમની જીત નક્કી છે...


ભાજપના નેતા દીપક પ્રકાશ પણ રાંચીમાં મતદાન કેન્દ્ર ખાતે પહોંચ્યા અને લોકશાહીના પર્વની ઉજવણીમાં જોડાયા... મતદાન બાદ તેમણે દાવો કર્યો કે આ વખતે રાજ્યમાં એનડીએની સરકાર બનશે... 


આ તબક્કામાં કયા રાજકીય નેતાઓનું ભવિષ્ય ઈવીએમમાં સીલ થઈ ગયું... તેના પર નજર કરીએ તો.


પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેનના પુત્ર બાબુલાલ સોરેન...
પૂર્વ મુખ્યમંત્રી અર્જુન મુંડાના પત્ની મીરા મુંડા...
મધુ કોડાના પત્ની ગીતા કોડા...
રઘુવર દાસના પુત્રવધૂ પૂર્ણિમા સાહૂ...
મંત્રી મિથિલેશ કુમાર....
મંત્રી રામેશ્વર ઓરાંવ...
રાંચીની ધારાસભ્ય સીપી સિંહ...
JMMના સાંસદ મહુઆ માંઝીનો સમાવેશ થાય છે...


2019માં 43 બેઠકમાંથી 29 બેઠક ઈન્ડિયા ગઠબંધને જીતી હતી... જ્યારે એનડીએના ખાતામાં માત્ર 14 બેઠક આવી હતી... ત્યારે આ વખતે કેટલી બેઠક કોના ખાતામાં આવશે તેનો નિર્ણય મતગણતરી બાદ સામે આવશે...