નવી દિલ્હી: ભારત આજે પોતાનો 69મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો  છે. આ અવસરે દેશના સૈન્ય કૌશલ તથા સાંસ્કૃતિક વિવિધતાની ઝલકથી ભરપૂર પરેડ રાજપથ પર સવારે 10 વાગ્યાથી શરૂ  થઈ ગઈ. 10 આસિયાન દેશોના ટોચના નેતાઓ પરેડ જોવા માટે મુખ્ય મહેમાન તરીકે હાજર છે. આસિયાન દેશોમાં થાઈલેન્ડ, વિયેતનામ, ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ, મ્યાન્માર, કંબોડિયા, લાઓસ અને બ્રુનેઈ સામેલ છે. પરેડમાં દેશની સૈન્ય શક્તિને દર્શાવતા હથિયાર જોવા મળ્યાં. જેમાં ટેન્ક ટી-90, બ્રમ્હોસ શસ્ત્ર પ્રણાલી, હથિયાર શોધતી રડાર સ્વાતિ, ટેન્ક ટી-72, આકાશ મિસાઈલ, ન્યૂક્લિયર મિસાઈલ નિર્ભય વગેરે સામેલ છે. આ ઉપરાંત ભારતીય સેનાની અલગ અલગ રેજિમેન્ટએ પણ  પરેડમાં ભાગ લીધો. પરેડમાં રાજપૂતાના રાઈફલ્સ રેજિમેન્ટનું એક દળ પહેલીવાર આસિયાન દેશોના ધ્વજ સાથે જોવા મળ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીએસએફની મહિલા જવાનોના મોટરસાઈકલ સવાર ટુકડીએ કરતબ બતાવ્યાં
પહેલીવાર આ પરેડમાં બીએસએફની મહિલા જવાનોની મોટરસાઈકલ સવાર ટુકડીએ કરતબ બતાવ્યાં. તેમના કરતબ જોઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ મરક મરક હસતા જોવા મળ્યાં. મહિલા જવાનોના કરતબોથી રાજપથ પર હાજર દર્શકો અને તમામ લોકો સ્તબ્ધ થયા હતાં અને ખુબ વખાણ કરતા જોવા મળ્યાં હતાં. 



રાષ્ટ્રપતિએ પરેડમાં સામેલ સૈન્ય કાફલાની લીધી સલામી
પરેડમાં ભારતીય સેનાની અલગ અલગ રેજિમેન્ટો, સશસ્ત્ર દળો, પોલીસ દળોની ટુકડીઓએ પણ ભાગ લીધો. રાષ્ટ્રપતિએ પરેડમાં સામેલ થયેલા સૈન્ય કાફલાની સલામી લીધી. પરેડમાં રાજપૂતાના રાઈફલ્સ રેજિમેન્ટની એક ટુકડી પહેલીવાર આસિયાન દેશોના ધ્વજો સાથે જોવા મળી. પરેડમાં વીરતા પુરસ્તારથી સન્માનિત 18 બાળકો પણ સામેલ થયા 


પરેડમાં પહેલીવાર આકાશવાણીની ઝાંખી જોવા મળી
સૈન્ય શક્તિને પ્રદર્શિત કરતા દળોની માર્ચ બાદ દેશની સાંસ્કૃતિક વિરાસતને દર્શાવતી ઝાંકીઓ પણ પરેડમાં જેવા મળી. પરેડમાં પહેલીવાર આકાશવાણીની ઝાંકી જોવા મળી. આ ઉપરાંત પણ અનેક રાજ્યો, મંત્રાલય સહિત 23 ઝાંખીઓનું નેતૃત્વ કરતી જોવા મળી. આકાશવાણીની ઝાંખીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક કાર્યક્રમ મન કી બાતના સંબોધનની પણ ઝલક જોવા મળી. 




જે પી નિરાલાને અશોકચક્રથી કર્યા સન્માનિત 
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સવારે 10 વાગ્યે સમારોહ સ્થળે પહોંચ્યા. પરેડમાં ત્રણેય સેનાઓના સર્વોચ્ચ કમાન્ડરોએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સલામી આપી., રાષ્ટ્રપતિએ વાયુસેનાના કમાન્ડો જ્યોતિ પ્રકાશ નિરાલાને મરણોપરાંત અશોકચક્રથી પણ સન્માનિત કર્યાં.



પીએમ મોદીએ અમર જવાન જ્યોતિ પર શહીદોને આપી શ્રદ્ધાંજલિ
પીએમ મોદી સવારે 9.30 વાગ્યે ઈન્ડિયા ગેટ પહોંચ્યા. ત્યાં તેમણે અમર જવાન જ્યોતિ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ ઉપરાંત આર્મી, નેવી અને એર ફોર્સના પ્રમુખ પણ હાજર હતાં. 


પીએમ મોદીએ પાઠવી ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે લગભગ 9.30 વાગ્યે ઈન્ડિયા ગેટ પહોંચશે. જ્યાં તેઓ અમર જવાન જ્યોતિ પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવશે. પીએમ નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. 



BSFની મહિલા જવાનોની મોટર સાઈકલ સવાર ટુકડી બતાવશે કરતબ
અહીં ભારત-આસિયાન સંમેલનમાં સામેલ થવા આવેલા આસિયાન દેશોના નેતા ગણતંત્ર દિવસ પરેડમાં મુખ્ય મહેમાનો છે. પહેલીવાર આ પરેડમાં બીએસએફની મહિલા જવાનોની મોટરસાઈકલ સવાર ટુકડી કરતબ બતાવશે. પરેડમાં ત્રણેય સેનાના સર્વોચ્ચ કમાન્ડરની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સલામી લેશે.


પહેલીવાર પરેડમાં હશે આકાશવાણીની ઝાંખી
સેનાના જવાનોના હાથોમાં 10 આસિયાન દેશોના ઝંડા પણ હશે. જેમાં વાયુસેનાના અનેક વિમાનોની સાથે એમઆઈ-17 અને રૂદ્ર સશસ્ત્ર હેલિકોપ્ટર પણ ફ્લાઈપાસ્ટ કરશે. પહેલીવાર પરેડમાં આકાશવાણીની ઝાંખી હશે. જે 23 ઝાંખીઓનું નેતૃત્વ કરશે. આકાશવાણીની ઝાંખીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ મન કી બાત સંબોધનની ઝલક પણ હશે. ગણતંત્ર દિવસની પરેડ જોવા માટે કેન્દ્ર સરકારે દેશભરના અનેક ભાગોમાંથી લગભગ 61 આદિવાસી મહેમાનોને પણ આમંત્રિત કર્યા છે. 


ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
69માં ગણતંત્ર દિવસના સમારોહને પગલે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હજારો સુરક્ષાકર્મીઓને કોઈ પણ આતંકી હુમલો કે અપ્રિય ઘટનાને રોકવા માટે તહેનાત કરાયા છે. રાજપથીથી લાલ કિલ્લા સુધી આઠ કિલોમીટરના લાંબા પરેડ માર્ગ પર નજર રાખવા માટે મોબાઈલ હિટ ટીમ, વિમાન રોધી પ્રણાલીઓ અને શાર્પ શૂટર્સને તૈયાર રાખવામાં આવ્યાં છે. ઊંચી ઈમારતો પર શૂટરોને તહેનાત કરાયા છે. મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરાની મદદથી પરેડ માર્ગ પર આવતા જતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. 


વિમાન રોધી બંદૂકો સહિત હવાઈ સૂરક્ષાના વ્યાપક પ્રબંધ
હવાઈ ક્ષેત્રને સુરક્ષિત બનાવવા માટે વિમાન રોધી બંદૂકો સહિત હવાઈ સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોના 60,000 જવાનોને મધ્ય દિલ્હીમાં તહેનાત કરવામાં આવ્યાં છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે કોઈ પણ હુમલાને રોકવા માટે કે સંદિગ્ધ રીતે હવામાં ઉડતી વસ્તુઓની ઓળખ માટે ડ્રોન વિરોધી ટેક્નોલોજીનો ઉપયોગ  કરવામાં આવી રહ્યો છે. સુરક્ષાકર્મીઓએ ભીડવાળા બજારો, રેલવે સ્ટેશન, બસસ્ટેન્ડ અને વધુ મહત્વના પ્રતિષ્ઠાનો તથા સંવેદનશીલ સ્થાનોને ઓળખીને તેને વધુ સુરક્ષિત બનાવવાના પ્રયત્નો કર્યાં છે. 


પરિવર્તિત માર્ગોના પ્રબંધન અને ગણમાન્ય લોકોને સુરક્ષિત રીતે કાર્યક્રમના સ્થળે પહોંચાડવા માટે ટ્રાફિક પોલીસે 1500 પોલીસકર્મીઓની તહેનાતી કરી છે. ઈન્દિરા ગાંધી એરપોર્ટથી સવારે 10.35 વાગ્યાથી બપોરે સવા બાર વાગ્યા સુધી કોઈ પણ વાણિજ્ય વિમાનનું પરિચાલન નહીં કરાય.