નવી દિલ્હી : જો તમે પણ એજ્યુકેશન સેક્ટરમાં તમારી રોજગારી શોધી રહ્યા હો તો આ સમાચાર તમારા માટે ખુબ જ મહત્વનાં છે. શિક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનો માટે આ ગોલ્ડન ચાન્સ છે. ઉતરપ્રદેશની યોગી સરકારે 69 હજાર પદો પર સહાયક શિક્ષકોની ભર્તી કરવા માટે અરજીઓ મંગાવી છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા બહાર પડાયેલી ભરતીનું નોટિફિકેશન આવી ચુક્યું છે. પ્રાથમિક શિક્ષણ સમિતી દ્વારા યોજાનારી પરીક્ષામાં કેટલાક પરિવર્તન કરવામાં આવ્યા છે. ગત્ત વર્ષે શિક્ષકોની ભરતી માટે લેખીત પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ વખતે OMR પદ્ધતીથી (વૈકલ્પીક પ્રશ્નો) પરિક્ષા લેવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે 12 વાગ્યાથી મળશે Realme U1, 'ખાસ' લોકોને મળશે કેશબેકનો ફાયદો...

6 જાન્યુઆરીએ પરિક્ષા
ઉત્તરપ્રદેશ સરકારે 69 હજાર પોસ્ટ પર સહાયક શિક્ષકની પોસ્ટ માટે 5 ડિસેમ્બરથી અરજીઓ મંગાવી છે. અરજી માત્ર ઓનલાઇન જ જમા કરાવી શકશે અને અરજી જમા કરાવવાની અંતિમ તારીખ 20 ડિસેમ્બર છે. ઓનલાઇન અરજી કર્યા બાદ શિક્ષણ વિભાગ આગામી વર્ષે 6 જાન્યુઆરીથી પરીક્ષાનું આયોજન કરશે. પરીક્ષાનું પરિણામ 22 જાન્યુઆરીએ આવે તેવી શક્યતા છે. 


પેપર લીક કૌભાંડ: વધુ ચાર આરોપીની ધરપકડ, દિલ્હીની ગેંગ દ્વારા લેવાયા હતા કોરા ચેક...

શૈક્ષણીક યોગ્યતા
સહાયક શિક્ષકનાં પદ પર અરજી કરનારા ઉમેદવાર પાસે બીએડની ડિગ્રી હોવી જરૂરી છે. ખાસ વાત છે કે આ પોસ્ટ માટે તેવા ઉમેદવારો જ અરજી કરી શકે છે, જેમણે શિક્ષણ પાત્રકા (યુપી-ટેટ) પાસ કરી હોય. 


Photos:પ્રિયંકા-નિકના શાનદાન રિસેપ્શનની ભવ્ય તસ્વીરો જોવા કરો ક્લિક...

પસંદગી પ્રક્રિયા
યોગ્ય ઉમેદવારોની પસંદગી પરીક્ષાનાં આધારે કરવામાં આવશે. પરીક્ષામાં વૈકલ્પિક પ્રશ્નોનાં ઉત્તર આપવાનાં રહેશે. સહાયક શિક્ષકની પોસ્ટ માટે અરજદારે 600 રૂપિયા પરીક્ષા ફી પણ જમા કરાવવાની રહેશે. એસસી/એસટી વર્ગનાં ઉમેદવારોને 200 રૂપિયા છુટ આપવામાં આવશે. જેથી તેમણે પરીક્ષા ફી પેટે 400 રૂપિયા જમા કરાવવાનાં રહેશે.