નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન 12 મેનાં રોજ થવાનું છે. આ તબક્કામાં 7 રાજ્યોની 59 સીટો માટે 979 ઉમેદવાર મેદાનમાં છે. તેમાંથી 967 ઉમેદવારનાં એફિડેવિટની તપાસ કરવામાં આવી. 189 (20%) ઉમેદવાર પર ગુનાહિત કેસ નોંધાયેલા છે. 146 (15 %) ઉમેદવારો પર ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે. 311 (32%) ઉમેદવાર કરોડપતિ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાહુબલી MLA રાજાભૈયા સહિત 8 લોકો મતદાનનાં દિવસે નજરકેદ રહેશે

છઠ્ઠા તબક્કામાં સૌથી વધારે ગુનાહિત કિસ્સાવાળા 48 % ઉમેદવાર ભાજપમાં છે. ત્યાર બાદ 44 % કોંગ્રેસ અને 39 % બસપામાં છે. 59 સીટોમાંથી 34 સીટ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટ એટલે કે તેઓ સીટો જ્યાં 3થી વધારે ઉમેદવારે પોતાનાં પર ગુનાહિત મુદ્દાની જાહેરાત કરી છે. આ તબક્કામાં 307 ઉમેદવાર અપક્ષ છે. સૌથી વધારે કરોડપતિ ઉમેદવાર ભાજપનાં છે. તેમાં 54 ઉમેદવારોમાંથી 46 કરોડપતિ છે. 
ચોંકાવનારો કિસ્સો...સ્કૂટર પર જઈ રહેલા પાનવાળાની બેગ ખોલતા જ પોલીસના ઉડ્યા હોશ
સૌથી વધારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવાર
- રાજદ અને જેએમએમ સહિત 20 દળોનાં 100 ટકા ઉમેદવારો પર ગુનાહિત કેસ નોંધાયેલા છે. 
- જદયુ, રાષ્ટ્રીય હિંદ સેના, સીપીઆઇએમના 67 ટકા ઉમેદવાર પર ગુનાહિત કેસ દાખલ છે. 
- ભાજપનાં 54 ઉમેદવારોમાંથી 26 (48%) પર ગુનાહિત કેસ દાખલ છે, જ્યારે 18 પર ગંભીર આરોપો છે. 
VIDEO: BJPના મહિલા ઉમેદવારની દબંગાઈ, કહ્યું-'યુપીથી 1000 લોકોને બોલાવીને પીટાઈ કરાવીશ'
સૌથી વધારે કરોડપતિ ઉમેદવાર
જયદુ, રાલોસપા સહિત 24 દળોનાં તમામ ઉમેદવાર કરોડપતિ છે. 
છઠ્ઠા તબક્કાનાં સંપત્તીવાન ઉમેદવાર
જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશી ગુના સીટથી કોંગ્રેસ ઉમેદવાર તેમની કુલ સંપત્તી 374 કરોડથી વધારે છે. 
ગૌતમ ગંભીર: પૂર્વી દિલ્હીનાં ભાજપના ઉમેદવાર તેમની કુલ સંપત્તી 147 કરોડથી વધારે છે. 
વીરેન્દ્ર રાણા: હરિયાણાના ગુડગાંવ સીટથી આઇએનએલડી ઉમેદવાર તેમની કુલ સંપત્તી 102 કરોડથી વધારે છે.