મતદાર યાદીમાં વધારો થયો, પરંતુ સંસદમાં નહીં... માત્ર 73 મહિલા સાંસદો જ લોકસભામાં ચૂંટાયા, 2019ની સરખામણીમાં સંખ્યામાં ઘટાડો
દેશમાં યોજાયેલી લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. પરંતુ આ ચૂંટણીમાં મહિલા પ્રતિનિધિઓની સંખ્યામાં ઘટાડો થયો છે. સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ઘટ્યું છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના મંગળવારે આવેલા પરિણામોમાં કુલ 73 મહિલાઓ ચૂંટાઈ છે, જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં આ સંખ્યા 78 હતી. દેશભમાં નિચલા ગૃહ માટે ચૂંટાયેલી કુલ મહિલા સાંસદોમાંથી પશ્ચિમ બંગાળ 11 મહિલાઓ સાથે સૌથી આગળ છે. કુલ797 મહિલા ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં ભાજપની સૌથી વધુ 69 અને કોંગ્રેસની 41 મહિલા ઉમેદવારો મેદાનમાં હતી. સંસદમાં મહિલા અનામત બિલ પસાર થયા બાદ આ પ્રથમ ચૂંટણી છે. આ કાયદામાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશસીટો અનામત કરવાની જોગવાઈ છે. આ કાયદો હજુ લાગૂ થયો નથી.
કઈ પાર્ટીની કેટલી મહિલાઓએ જીતી ચૂંટણી?
ચૂંટણી પંચના આંકડાના વિશ્લેષણ અનુસાર આ વખતે ભાજપની 30 મહિલા ઉમેદવારોએ લોકસભા ચૂંટણી જીતી, કોંગ્રેસની 11, ટીએમસીની 11, સમાજવાદી પાર્ટીની 4, દ્રમુકની ત્રણ અને જનતા દળ (યુનાઇટેડ) અને લોજપા (આર) ની બે-બે મહિલા ઉમેદવારોએ ચૂંટણી જીતી છે. સતરમી લોકસભામાં સાંસદોની સંખ્યા સૌથી વધુ 78 હતી, જે કુલ સંખ્યાના 14 ટકા હતી.
આ પણ વાંચો- સરકાર બનાવશે કે પછી વિપક્ષમાં રહેશે INDIA?,મલ્લિકાર્જુન ખડગેએ આપ્યો મોટો સંકેત
પ્રિયા સરોજ, ઇકરા ચૌધરી નાની ઉંમરની સાંસદ
16મી લોકસભામાં 64 મહિલાઓ સાંસદ હતી, જ્યારે 15મી લોકસભામાં આ સંખ્યા 52 હતી. ભાજપના હેમા માલિની, ટીએમસીના મહુઆ મોઇત્રા, રાકાંપા (શરદચંદ્ર પવાર) ના સુપ્રિયા સુલે અને સમાજવાદી પાર્ટીના ડિંપલ યાદવે લોકસભા ચૂંટણીમાં પોતાની સીટો યથાવત રાખી જ્યારે કંગના રનૌત અને મીસા ભારતી જેવા ઉમેદવારોની જીતે બધાનું ધ્યાન ખેંચ્યું છે. મછલીશહરથી સમાજવાદી પાર્ટીના 25 વર્ષીય ઉમેદવાર પ્રિયા સરોજ અને કૈરાના સીટથી 29 વર્ષીય ઇકરા ચૌધરી જીત હાસિલ કરનાર સૌથી નાની ઉંમરના ઉમેદવારમાં સામેલ છે.