ઝી મીડિયા/બ્યૂરો :ભારત દેશ પોતાનો 74મો સ્વતંત્રતા દિવસ (Independence Day)  ઉજવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લાલ કિલ્લા પર 7મી વાર ત્રિરંગો ફરકાવ્યો છે. તેમજ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત પણ કર્યુંહતું. તેઓએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધનમાં આત્મનિર્ભર ભારત પર સૌથી વધુ ભાર મૂક્યો હતો. તેઓએ દેશવાસીઓને સંબોધનમાં મેક ઈન ઈન્ડિયાની સાથે મેક ફોર વર્લ્ડનો સંકલ્પ આપ્યો હતો. સ્વતંત્રતા દિવસને લઈને સુરક્ષાની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાને લઈને અનેક સાવધાનીઓ રાખવામાં આવી રહી છે. વડાપ્રધાનનું ભાષણ સમાપ્ત થયા બાદ રાષ્ટ્રીય કેડેટ કોરના કેડેટ્સ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. આ વખતે લાલ કિલ્લા પર મહેમાનોની સંખ્યામાં કાપ મૂકવામાં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા માટે મહેમાનોને લાલ કિલ્લા ખાતે અલગ અલગ બેસાડવામાં આવ્યા હતા. લાલકિલ્લા પરથી પ્રધાનમંત્રી આજે નેશનલ ઈન્ફ્રાસ્ટ્ર્કચર પાઈપલાઈન પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... આપણો દેશ આજે 74મું સ્વતંત્રતા પર્વ હર્ષોલ્લાસથી મનાવી રહ્યો છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને કચ્છથી કલકત્તા સુધી દેશવાસીઓ ભારતના આઝાદી પર્વને રંગેચંગે ઘરે બેઠાં ઉજવી રહ્યા છીએ. કોરોના કાળમાં આ વખતે સંપૂર્ણ તકેદારી સાથે અને સાદગીથી 15મી ઑગસ્ટની ઉજવણી થઈ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube