નવી દિલ્હી: આઝાદ હિંદ સરકારની 75મી વર્ષગાંઠના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લાની પ્રાચીરથી ત્રિરંગો ફરકાવ્યો. આ કાર્યક્રમમાં નેતાજીના પરિવારના સભ્યો સહિત આઝાદ હિંદ ફોજ સાથે જોડાયેલા લોકો પણ હાજર રહ્યાં હતાં. અનેક લોકોને સન્માનિત પણ કરવામાં આવ્યાં. પીએમ મોદીએ આ અવસરે કહ્યું કે  નેતાજીએ એલાન કર્યું હતું કે આ જ લાલ કિલ્લા પરથી એક દિવસ ત્રિરંગો ફરકાવવામાં આવશે. હું દેશવાસીઓને આઝાદ હિંદ સરકારના 75 વર્ષ પૂરા થવા પર ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું.  તે પહેલા પીએમ મોદીએ દિલ્હીના ચાણક્યપુરી સ્થિત રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું ઉદ્ધાટન કર્યું.  તેમણે શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ પણ આપી. તેમની સાથે લાલકૃષ્ણ અડવાણી, ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યાં હતાં. અત્રે જણાવવાનું કે રાષ્ટ્રીય પોલીસ સ્મારક શહીદ પોલીસકર્મીઓની યાદમાં બનાવવામાં આવ્યું છે. સ્મારકમાં સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ પોલીસકર્મીઓને કહ્યું કે "દેશમાં અશાંતિ ફેલાવનારા પોતાની કોશિશોમાં નિષ્ફળ જાય છે તે તમારા બધાની સતર્કતાનું જ પરિણામ છે. તમારા લોકોના કારણે જ દેશમાં શાંતિ પથરાયેલી છે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બમણી તાકાતથી આપીશું જવાબ-પીએમ મોદી
લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યાં બાદ પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે 'જે સપનું નેતાજીએ જોયું હતું, ભારત તે સેનાના નિર્માણમાં આગળ વધી રહ્યું છે. આપણી સેના દિનપ્રતિદિન સશક્ત બની રહી છે. આપણી બીજાની જમીન પર નજર નાખતા નથી. પરંતુ ભારતની સંપ્રભુતા માટે જે પણ પડકાર બનશે, તેને બમણી તાકાતથી જવાબ આપીશું. તેમણે કહ્યું કે વન રેન્ક, વન પેન્શનને સરકારે પોતાના વચન મુજબ પૂરા કર્યાં. પૂર્વ સૈનિકોને એરિયર પહોંચાડવામાં આવ્યું. 7માં પગાર પંચનો ફાયદો પણ પહોંચાડવામાં આવ્યો.' 


નેતાજીના નામથી પોલીસ સન્માન
પીએમ મોદીએ કહ્યું કે નેતાજીનો એક જ ઉદ્દેશ્ય હતો, એક જ મિશન હતું અને તે હતું ભારતની આઝાદી. આ જ તેમની વિચારધારા હતી અને આ જ તેમનું કર્મક્ષેત્ર હતું. ભારત અનેક ડગલા આગળ વધ્યુ છે, પરંતુ હજુ નવી ઊંચાઈઓ પર પહોંચવાનું બાકી છે. આ લક્ષ્યને મેળવવા માટે આજે ભારતના 130 કરોડ લોકો નવા ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યાં છે. એક એવું ભારત, જેની કલ્પના સુભાષબાબુએ પણ કરી હતી. પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકોના જીવ બચાવનારા પોલીસકર્મીઓને હવે દર વર્ષે નેતાજીના જન્મદિવસે તેમના નામથી સન્માન આપવામાં આવશે. 


નેતાજીની વીરતાને નમન
પીએમ મોદીએ ઝંડો ફરકાવ્યાં બાદ સંબોધનમાં કહ્યું કે વીરતાને ટોચ પર પહોંચાડવાનો પાયો નેતાજીના બાળપણમાં જ પડી ગયો હતો. તેનું ઉદાહરણ તેમના દ્વારા 1912માં માતાને લખાયેલો જે પત્ર હતો તેમાં જોવા મળે છે. તેમણે તે વખતે પત્રમાં લખ્યું કે મા શું આપણો દેશ દિન પ્રતિદિન વધુ પડતો જશે. શું આ ભારત માતાનો એવો કોઈ પુત્ર નથી જે પોતાનો સ્વાર્થ ત્યાગીને સંપૂર્ણ જીવન ભારત માતાને સમર્પિત કરે. બોલો મા શું આપણે સૂતા રહીશું. તેમણે પોતાના પત્રમાં એમ પણ લખ્યું હતું કે હવે વધુ પ્રતિક્ષા કરી શકાય નહીં. હવે સૂવાનો સમય નથી. આળસ ત્યાગીને કર્મમાં જોડાવવું પડશે. 



હું નતમસ્તક છું- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આઝાદ હિંદ સરકાર ફક્ત નામ નહતું પરંતુ નેતાજીના નેતૃત્વમાં આ સરકાર દ્વારા દરેક ક્ષેત્ર સંબંધિત યોજનાઓ બનાવવામાં આવી હતી. આ સરકારની પોતાની એક બેંક હતી, પોતાની મુદ્રા હતી અને પોતાની પોસ્ટ ટિકિટ હતી. પોતાનું ગુપ્તચર તંત્ર હતું. આજે હું એ માતા પિતાને નમન કરું છું જેમણે નેતાજી સુભાષચંદ્ર જેવા સપૂત દેશને આપ્યાં. હું નતમસ્તક છું તે સૈનિકો અને પરિવારો આગળ જેમણે સ્વતંત્રતાની લડાઈમાં પોતાને ન્યોછાવર કર્યાં. 



પોલીસ સ્મારકનું કર્યુ ઉદ્ધાટન
નવીનીકરણ બાદ તૈયાર થયેલા રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું પણ પીએમ મોદીએ આજે ઉદ્ધાટન કર્યું. તેમણે શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ પણ આપી. આ સ્મારકમાં એક નવું સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ પોલીસકર્મીઓને કહ્યું કે "દેશમાં અશાંતિ ફેલાવનારા પોતાની કોશિશોમાં નિષ્ફળ જાય છે તે તમારા બધાની સતર્કતાનું જ પરિણામ છે. તમારા લોકોના કારણે જ દેશમાં શાંતિ પથરાયેલી છે."પીએમ મોદીએ કહ્યું કે હું પોલીસકર્મીઓના શૌર્યને નમન કરું છું. દરેક વીર વીરાંગનાને શત શત નમન. તેમણે કહ્યું કે આજનો દિવસ દેશ માટે જીવન સમર્પિત કરનારાઓને યાદ કરવાનો દિવસ છે. દરેક ઋતુ, દરેક તહેવાર, દરેક સમયે પોલીસ દેશસેવા માટે તૈયાર રહે છે. હું પોલીસકર્મીઓના પરિવારને પણ શત-શત નમન કરું છું. 



'પહેલાની સરકારોએ વિધ્નો નાખ્યા'
પીએમ મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય પોલીસ સ્મારકના નિર્માણમાં અનેક રોડા નખાયા. દેશના વીરો માટે પહેલાની સરકારોએ રુક્ષ વરલણ દાખવ્યું. અમારી સરકારે વીરોનું સન્માન કર્યું. આઝાદી બાદ પણ 70 વર્ષ કેમ લાગી ગયાં આ મેમોરિયલ બનાવવામાં. પહેલાની સરકાર ઈચ્છત તો બહુ પહેલા આ કામ થઈ ગયું હોત. અડવાણીજી દ્વારા શિલાન્યાસ થયા બાદ પણ મેમોરિયલ બનાવવામાં ખુબ સમય લાગ્યો. અમારી સરકારના આવ્યાં બાદ આ મેમોરિયલનું કામ ફરી શરૂ કરાયું. 


હું તમારા બધા આગળ નતમસ્તક છું-મોદી
આજનો આ દિવસ તમારા બધાની સેવાની સાથે સાથે તમારા શૌર્ય અને બલિદાનને પણ યાદ કરવાનો દિવસ છે. પોલીસ સ્મૃતિ દિવસ તે સાહસીક પોલીસકર્મીઓની ગાથા છે જેમણે લદ્દાખની કઠીન પરિસ્થિતિઓમાં હંમેશા કામ કર્યું. આવા દરેક વીર વીરાંગનાઓને શત શત નમન કરું છું. હું તમારા બધા સામે નતમસ્તક છું. તમે દેશ માટે આટલું બલિદાન આપ્યું. મારું સૌભાગ્ય છે કે મને રાષ્ટ્રીય પોલીસ મેમોરિયલને દેશને સમર્પિત કરવાની તક મળી. 


આજનો દિવસ જમ્મુ અને કાશ્મીર તથા નક્સલીઓ સાથે ભીડનાર જવાનોને યાદ કરવાનો દિવસ છે. નોર્થ ઈસ્ટમાં ડટીને રહેલા સાથીઓના શૌર્ય અને બલિદાનને પણ અમે આજે મહેસૂસ કરી રહ્યાં છીએ. દેશ તેમના સાહસ, સમર્પણ, તેમની સેવાને ક્યારેય ભૂલશે નહીં. 



અત્યાર સુધી તમે ફક્ત 15મી ઓગસ્ટે જ દેશના વડાપ્રધાનને લાલ કિલ્લાની પ્રાચીરથી ત્રિરંગો ફરકાવતા જોયા હશે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે 21 ઓક્ટોબરે પણ લાલ કિલ્લાની પ્રાચીરથી ત્રિરંગો ફરકાવવાના છે. પીએમ મોદીએ હાલમાં જ પોતાની ફેસબુક વોલ પર એક વીડિયો સંદેશ જારી કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે આ વખતે 21 ઓક્ટોબરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી તેઓ ત્રિરંગો ફરકાવશે. પીએમ મોદી નેતાજી સુભાષ ચંદ્ર બોઝના નેતૃત્વ અને પ્રેરણાથી બનેલી આઝાદ હિંદ સરકારની વર્ષગાઠ ઉજવવા માટે લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવવાના છે અત્રે જણાવવાનું કે આઝાદ હિંદ સરકારની સ્થાપના 21 ઓક્ટોબર 1943ના રોજ  કરવામાં આવી હતી. 


સમારોહ દરમિયાન લાલ કિલ્લો બંધ રહેશે
આ સમારોહ પૂરો ન થાય ત્યાં સુધી લાલ કિલ્લો જનતા માટે અને પ્રવાસીઓ માટે બંધ રહેશે. વડાપ્રધાન પીએમ મોદી આઝાદ હિંદ ફૌજ કે આઈએનએને સમર્પિત એક સંગ્રહાલયની આધારશીલા પણ રાખશે. 


આ અગાઉ પીએમ મોદીએ 17 ઓક્ટોબરના રોજ કહ્યું હતું કે તેઓ સુભાષ ચંદ્ર બોઝના નેતૃત્વવાળી આઝાદ હિંદ સરકારની 75મી જયંતીના અવસરે 21 ઓક્ટોબરના રોજ લાલ કિલ્લામાં આયોજિત થનારા ધ્વજારોહણ સમારોહમાં સામેલ થશે. તેમણે ભાજપના કાર્યકર્તાઓ સાથે એક વીડિયો સંવાદ દરમિયાન આ જાહેરાત કરી હતી. 



પીએમ મોદીએ તે હસ્તીઓના યોગદાનનો જશ્ન મનાવવા માટે પોતાની સરકાર દ્વારા કરવામાં આવેલા કામો પર વિસ્તારથી ચર્ચા કરી હતી જે લોકોની કોંગ્રેસે પોતાના દાયકાઓના કાર્યકાળ દરમિયાન અવગણના કરી હતી.