નવી દિલ્હી : ગૃહમંત્રાલયે કહ્યું કે, ચોમાસાની આ સિઝનમાં સાત રાજ્યોમાં પુર અને વરસાદનાં કારણે આ ઘટનામાં અત્યાર સુધી 774 લોકોનાં મોત થઇ ચુક્યા છે. ગૃહમંત્રાલયે નેશનલ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (NERC) અનુસાર પુર અને વરસાદનાં કારણે કેરળમાં 187, ઉત્તરપ્રદેશમાં 1717, પશ્ચિમ બંગાળમાં 170 અને મહારાષ્ટ્રમાં 139 લોકોનાં મોત થઇ ચુક્યા છે. આંકડા અનુસાર ગુજરાતમાં 52, અસમમાં 45 અને નાગાલેન્ડમાં આઠ લોકોનાં મોત થઇ ચુક્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરળમાં 22 અને પશ્ચિમ બંગાળમાં 5 લોકો ગુમ થઇ ચુક્યા છે. રાજ્યમાં વરસાદ સાથે જોડાયેલી ઘટનાઓમાં 245 લોકો ઘાયલ થયા છે. વરસાદ અને પુરની વિભીષીકા સાથે મહારાષ્ટ્રનાં 26, અસમનાં 23, પશ્ચિમ બંગાળનાં 22, કેરળનાં 14 અને ઉત્તરપ્રદેશનાં 12, નાગાલેન્ડનાં 11 અને ગુજરાતનાં 10 જિલ્લાઓ પુરથી સૌથી વધારે પ્રભાવિત થયા છે. 

અસમમાં એનીઆરએફની 15, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 8-8, ગુજરાતમાં 7, કેરળમાં 4, મહારાષ્ટ્રમાં ચાર અને નાગાલેન્ડમાં એક ટીમને ફરજંદ કરવામાં આવી છે. બીજી તરફ રવિવારે હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટવાનાં કારણે મોટા પ્રમાણમાં સંપત્તીનું નુકસાન થયું છે. બાદળ ફાટવાનાં કારણે 3 વિદેશી નાગરિકો પણ વહી ગયા છે. ત્યાર બાદ રેસક્યું ઓપરેશન ચલાવીને તેમને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઘણા મકાનો સંપુર્ણ રીતે તબાહ થઇ ચુક્યા છે.