નવી દિલ્હી : કેન્દ્રીય કર્મચારીઓની લઘુમત્તમ બેઝી પે 18000 રૂપિયાથી વધારીને 26000 રૂપિયા પ્રતિમાસ કરવાની માંગ વચ્ચે કેન્દ્રીય મંત્રીમંડળે આ કર્મચારીઓને મોટી ભેટ આપી છે. આંગણવાડી અને આસા કર્મચારીઓનાં માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. જે આગામી મહિનાથી પ્રભાવી થશે. આંગણવાડી કર્મચારીઓને અત્યાર સુધી 3 હજાર રૂપિયા પ્રતિ માસ મળી રહ્યા છે જે હવે 4500 રૂપિયા પ્રતિ માસ મળશે. આ પ્રકારે લઘુ આંગણવાડી કેન્દ્ર પર કાર્યરત કર્મચારીઓને હવે 2200નાં બદલે 3500 રૂપિયા પ્રતિમાસ મળશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંગણવાડી સહાયીકાઓનું માનવદેહ 2250 રૂપિયા
કેબિનેટે કહ્યું કે, આંગણવાડી સહાયીકાઓનાં માનવદેય 1500 રૂપિયાથી વધીને 2250 રૂપિયા પ્રતિમાસ કરવામાં આવ્યું છે. આઇસીડીએસ -સીએએસ જેવી ટેક્નીકનો ઉપયોગ કરનારી આંગણવાડી કાર્યકર્તા અને સહાયીકાઓને 250થી 500 રૂપિયા સુધી વધારાનો કાર્યઆધારિત પ્રોત્સાહન રકમ પણ આપવામાં આવશે. 

નિયમિત પ્રોત્સાહન રાશિ 2000 રૂપિયા પ્રતિ મહિને કરવા માટે મંજુરી આપી દીદી હતી. મોદીએ 11 સપ્ટેમ્બરે જ આંગણવાડી અને આશા કર્મચારીઓ મહિલાઓ માટે માસિક માનદ વેતન વધારવાની જાહેરાત કરી હતી. 

શું છે કર્મચારીઓની માંગ 
કેન્દ્રીય કર્મચારીઓની માંગ છે કે લઘુત્તમ વેતનમાન 18000 રૂપિયાથી વધારીને 26000 રૂપિયા પ્રતિ મહિને કરી દેવામાં આવ્યું. એવું ફિટમેંટ ફેક્ટર 2.57 ગણુ વધારવાથી થશે. ગત્ત દિવસોમાં કર્મચારીઓએ તે  મુદ્દે પ્રદર્શન પણ કર્યું હતું, જેમાં રેલવે કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. ઓલ ઇન્ડિયા પ્રોટેસ્ટ ડે નેશનલ જોઇન્ટ કાઉન્સિલ ઓફ એક્શન (NJCA)એ આહ્વાહીત કર્યું હતું. આ કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ સંગઠનોનો સર્વોચ્ચ એકમ છે. તેની માંગ છે કે લઘુત્તમ ભથ્થા વધારવામાં આવે. નવા યોગદાનવાળી પેંશન યોજનાને ખતમ કરવામાં  અને પેંશન ફિટમેન્ટ ફોર્મ્યુલામાં ઓપ્શન 1ને મંજુરી આપવામાં આવે.