7th Pay Commission: 18 મહિનાના DA એરિયર પર મોટા સમાચાર, કેન્દ્રીય કર્મચારીઓને ઝટકો! સરકારે આપ્યો જવાબ
7th Pay Commission: DA એરિયરને લઈને કેન્દ્ર સરકારે રાજ્યસભામાં કહ્યું કે, દોઢ વર્ષની અવધી માટે કોઈ પ્રકારના બાકી પેમેન્ટ કરવાનો વિચાર નથી. મતલબ જાન્યુઆરી 2020થી 30 જૂન સુધી એરિયરની ચુકવણી થશે નહીં.
નવી દિલ્હીઃ 7th Pay Commission: એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની આશા પર પાણી ફરી ગયું છે. કેન્દ્રીય કર્મચારીઓ તરફથી 18 મહિનાના મોંઘવારી ભથ્થા એરિયરને લઈને માંગ રાખવામાં આવી. પરંતુ હવે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તેમને કોઈપણ સ્થિતિમાં મોંઘવારી ભથ્થાનું એરિયર આપવામાં આવશે નહીં. માત્ર 1 જુલાઈથી વધેલું મોંઘવારી ભથ્થુ લાગુ થશે.
18 મહિનાનું એરિયર મળશે નહીં
DA એરિયરને લઈને કેન્દ્ર સરકારે રાજ્યસભામાં કહ્યું કે, દોઢ વર્ષની અવધી માટે કોઈ પ્રકારના બાકી પેમેન્ટ કરવાનો વિચાર નથી. મતલબ જાન્યુઆરી 2020થી 30 જૂન સુધી એરિયરની ચુકવણી થશે નહીં. સરકાર તરફથી આવેલા આ નિવેદનથી કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો લાગ્યો છે. પરંતુ યુનિયનનું માનવું છે કે તે સરકાર સાથે આ મુદ્દે વાત કરશે. તમને જણાવી દઈએ કે 18 મહિના સુધી મોંઘવારી ભથ્થુ ફ્રીઝ કરવાથી સરકારને 34,402 કરોડ રૂપિયાની બચત થઈ છે. આ જાણકારી ખુદ નાણામંત્રીએ સંસદને આપી હતી.
આ પણ વાંચોઃ Corona Cases: કોરોનાથી મળી મોટી રાહત, દેશમાં 147 દિવસ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા
સરકારે કહ્યું- દેશહિતમાં લેવામાં આવ્યો નિર્ણય
નાણામંત્રીએ રાજ્યસભામાં કહ્યું કે, કેન્દ્ર સરકારના 48.34 લાખ કર્મીઓ અને 65.26 લાખ પેન્શનરો માટે ડીએ અને ડીઆર 1 જાન્યુારી 2020થી જ્યૂ હતાસ જેને રોકી આશરે 34,402.32 કરોડ રૂપિયા બચાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહતને ફ્રીઝ કરવાનો આ નિર્ણય કોરોના મહામારીને કારણે લેવામાં આવ્યો હતો. કોવિડને કારણે ઊભી થયેલા આર્થિક પડકારને પહોંચી વળવા માટે સરકારના ખજાના પર ભાર ઓછો કરવો જરૂરી હતો. સરકારના નાણા પર ભાર ઓછો કરવા દેશહિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સાંસદો, મંત્રીઓના પગારમાં પણ ઘટાડો
નાણામંત્રીએ કહ્યું કે કોરોનાને કારણે સરકારને ઊભી થયેલી આર્થિક તંગીને જોતા બધી સંભવિત રૂપથી સંસાધન ભેગા કરવા જરૂરી બની ગયા હતા. કેન્દ્રીય કર્મચારીઓના DA, DR રોકવા સિવાય પણ સરકારે આવા અનેક પગલા ભર્યા છે. સરકારે 1 એપ્રિલ 2020થી 21 માર્ચ 2021 સુધી 12 મહિનાના સમય માટે સંસદ સભ્યો અને કેન્દ્રીય મંત્રીઓના વેતનમાં પણ 30 ટકાનો ઘટાડો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, કેન્દ્રીય કર્મચારીઓના વેતન કે ડીએમાં કોઈ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. આ દરમિયાન સંપૂર્ણ પગાર આપવામાં આવતો રહ્યો અને ડીએ મળતું રહ્યું. માત્ર ડીએમાં વધારાને 1 જાન્યુઆરી 2020થી 30 જૂન 2021 સુધી ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube