કેન્દ્રીય કર્મચારીઓના ઈન્તેજારની ઘડીઓનો અંત આવી ગયો છે. જુલાઈ 2024થી લાગૂ થનારું મોંઘવારી ભથ્થા(DA) કન્ફર્મ થઈ ગયું છે. AICPI ઈન્ડેક્સના જૂન 2024ના આંકડા બહાર પડી ગયા છે. જેમાં તગડો ઉછાળો જોવા મળ્યો છે. સાતમા પગાર પંચ હેઠળ પગાર લેતા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને તેનો સીધો ફાયદો થશે. જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થું 50 ટકા મળી રહ્યું છે. પરંતુ તેને શૂન્ય કરવામાં આવ્યું નથી. જુલાઈથી આગળ પણ મોંઘવારી ભથ્થું એ જ રીતે ગણતરી કરવામાં આવ્યું છે. AICPI ઈન્ડેક્સમાં 1.5 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. જેનાથી મોંઘવારી ભથ્થાના સ્કોરમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટલું વધશે ભથ્થું?
જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચે આવેલા AICPI-IW ઈન્ડેક્સના નંબર્સથી એ નક્કી થઈ ગયું છે કે જુલાઈ 2024થી કર્મચારીઓને કેટલું મોંઘવારી ભથ્થું મળશે. ફાઈનલ નંબર્સ બહાર પડી  ચૂક્યા છે.  જૂન AICPI ઈન્ડેક્સમાં 1.5 અંકનો ઉછાળો જોવા મળ્યો છે. મેમાં તે 139.9 અંક પર હતો. જે હવે વધીને 141.4 પર પહોંચી ગયો છે. જો કે મોંઘવારી ભથ્થાનો સ્કોર 53.36 થઈ ગયો છે. તેનો અર્થ એ થયો કે આ વખતે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થશે. જાન્યુઆરીમાં ઈન્ડેક્સનો નંબર 138.9 અંક પર હતો જેનાથી મોંઘવારી ભથ્થું વધીને 50.84 ટકા થઈ ગયું હતું. 


કેટલું થયું મોંઘવારી ભથ્થું


Month CPI(IW)BY2001=100 DA% Monthly Increase
Jan 2024 138.9 50.84
Feb 2024 139.2 51.44
Mar 2024 138.9 51.95
Apr 2024 139.4 52.43
May 2024 139.9 52.91
Jun 2024 141.4 53.36
     

વાર્ષિક આધાર પર મોંઘવારી CPI-IW (General)
જૂન 2024માં વાર્ષિક આધાર પર ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે. જૂન 2023માં 5.57% ની સરખામણીએ જૂન 2024માં મોંઘવારી દર 3.67% રહ્યો. 


મે અને જૂનમાં કેટલું આવ્યું AICPI-IW માં અંતર



Sr. No. Groups May, 2024 June, 2024
I Food & Beverages 145.2 148.7
II Pan, Supari, Tobacco & Intoxicants 161.2 161.6
III Clothing & Footwear 143.6 144.2
IV Housing 128.4 128.4
V Fuel & Light 149.5 148.8
VI Miscellaneous 136.1 136.3
  General Index 139.9 141.4

1 જુલાઈથી મળશે, ઓક્ટોબર સુધીમાં થશે જાહેરાત
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત સપ્ટેમ્બર કે ઓક્ટોબર સુધીમાં થાય છે. પરંતુ તેને જુલાઈ 2024થી જ લાગૂ  કરાશે. વચ્ચેના મહિનાની ચૂકવણી એરિયર તરીકે થશે. સાતમાં પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ માટે જાન્યુઆરીથી જૂન 2024 સુધીના AICPI આંકડા મોંઘવારી ભથ્થું નક્કી કરશે. મોંઘવારી ભથ્થું  53.36 ટકા સુધી પહોંચી ચૂક્યું છે. સ્થિતિ સ્પષ્ટ છે કે મોંઘવારી ભથ્થું 53 ટકા થવા જઈ રહ્યું છે. 


નહીં થાય શૂન્ય
કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય એટલે કે ઝીરો થશે નહીં. મોંઘવારી ભથ્થાની ગણતરી ચાલુ રહેશે. તેને લઈને કોઈ નિયમ નક્કી નથી. ગત વખતે જ્યારે બેઝ યરમાં ફેરફાર કરાયો હતો ત્યારે આવું થયું હતું. હવે બેઝ યર બદલવાની હાલ તો કોઈ જરૂર નથી અને આવી ભલામણ પણ નથી. આથી કેન્દ્રીય કર્મચારીઓ માટે આગળની ગણતરી 50 ટકાથી આગળ થતી રહેશે.