7th Pay Commission: કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે એટલે કે 2024ની શરૂઆતમાં પોતાના કર્મચારીઓ અને પેન્શનના લાભ લેનારા માટે ડીએ એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારાના સમાચાર બાદ હવે બાળકોના શિક્ષણનું ભથ્થું (સીઈએ) અને હોસ્ટેલ સબસિડી જેવા કેટલાક ભથ્થાની મર્યાદામાં પણ વધારો કરવાની વાત સામે આવી છે. કાર્મિક મંત્રાલયના એક આદેશમાં આ જાણકારી આપવામાં આવી છે. આ પગલું એક જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થામાં વધારા બાદ લેવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2018ના એક દિશા નિર્દેશનો હવાલો આપતા મંત્રાલયે  કહ્યું કે આદેશમાં જોગવાઈ છેકે જ્યારે પણ સંશોધિત વેતનમાં મોંઘવારી  ભથ્થું 50 ટકા સુધી વધી જશે તો બાળકોના શિક્ષણ ભથ્થા અને હોસ્ટેલ સબસિડીની મર્યાદા આપોઆપ 25 ટકા વધી જશે. મંત્રાલયે કહ્યું કે એક જાન્યુઆરી 2024થી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થવાને ધ્યાનમાં લઈને બાળકોના શિક્ષણ ભથ્થા અને હોસ્ટેલ સબસિડીની રકમ વિશે જાણકારી માંગવામાં આવી રહી છે. 


કાર્મિક મંત્રાલયના નવા આદેશમાં કહેવાયુ છે કે તે મુજબ સરકારી કર્મચારીઓ તરફથી કરાયેલા વાસ્તવિક ખર્ચા છતાં બાળકોના શિક્ષણ ભથ્થાની પ્રતિપૂર્તિની રકમ 2812.50 રૂપિયા પ્રતિ માસ હશે. જ્યારે હોસ્ટેલ સબસિડી 8437.50 રૂપિયા પ્રતિ માસ હશે. આ ઉપરાંત વિશેષ પરિસ્થિતિઓમાં રકમમાં ફેરફારનો પણ ઉલ્લેખ કરાયો છે. મંત્રાલયે કહ્યું કે આ સંશોધન એક જાન્યુઆરી 2024થી લાગૂ છે. 


દિવ્યાંગ બાળકો માટે સીઈએ
તેમાં કહેવાયું છે કે સરકારી કર્મચારીઓના દિવ્યાંગ બાળકો માટે બાળ શિક્ષણ ભથ્થાના રીએમ્બેસમેન્ટ વાસ્તવિક ખર્ચા છતાં સામાન્ય દરોથી બમણા એટલે કે 5625 રૂપિયા મહિને (ફિક્સ્ડ) રહેશે. વિકલાંગ મહિલાઓ માટે શિશુ દેખભાળ સાથે સંલગ્ન વિશેષ ભથ્થાના દરોને ઓફિસ મેમોરેન્ડમમાં લખવામાં આવેલી બાકી શરતોને આધીન સંશોધિત કરીને 3750 રૂપિયા દર મહિને કરાયું છે. આ તમામ સંશોધન જ્યારે 4 ટકા ડીએ વધારો લાગૂ થયો ત્યારથી એટલે કે 1 જાન્યુઆરી 2024થી લાગૂ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube