કેન્દ્રીય કર્મચારીઓ માટે દીવાળીનો તહેવાર સારા સમાચાર લાવી રહ્યો છે. તેમને ચાંદી જ ચાંદી રહેશે. ધનતેરસ પહેલા કર્મચારીઓ પર લક્ષ્મીમાતા પૈસાનો વરસાદ કરશે. ઓક્ટોબરના પગારમાં રિવાઈઝ્ડ ડિયરનેસ અલાઉન્સને જોડવામાં આવી શકે છે. એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે ઓક્ટોબરના અંતિમ અઠવાડિયામાં સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થાના વધારાને મંજૂરી મળી શકે છે. આવામાં તેમના પગારમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 મહિનાના એરિયરની પણ ચૂકવણી
કેન્દ્રીય કર્મચારીઓને જુલાઈ 2024 માટે મોંઘવારી ભથ્થુ વઘવાનો ઈન્તેજાર છે. આવનારા દિવસોમાં ડીએમાં 3 ટકાનો વધારો થવાનું નક્કી છે. ડીએમાં વધારો થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સારો એવો ઉછાળો આવશે. અત્યાર સુધી કર્મચારીઓને 50 ટકાના દરથી મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. પરંતુ તેમાં 3 ટકા વધુ જોડવામાં આવતા ડીએ વધીને 53 ટકા પહોંચી જશે. ત્રણ મહિનાના એરિયરની પણ ચૂકવણી થશે. 


3 ટકા વધવાથી કેટલો વધશે પૈસો?
3 ટકા મોંઘવારી ભથ્થું વધ્ય બાદ અલગ અલગ કેટેગરી પ્રમાણે કર્મચારીઓના પગાર વધશે. મોંઘવારી ભથ્થુ બેઝિક પગારની રીતે કેલ્ક્યુલેટ થાય છે. હાલ 50 ટકા પ્રમાણે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત મળે છે. ડીએ વધવાની સાથે જ સીધો પગારમાં વધારો થાય છે. પરંતુ સીધી રીતે 3 ટકા ડીએ વધવાથી પૈસા કેટલા વધશે. તેની ગણતરી ચેક કરી શકો છો. 


પે બેન્ડ 56,900 રૂપિયા બેસિક પર કેટલા વધશે પૈસા?
જુલાઈ 2024 માટે મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો નક્કી છે. જૂન સુધી AICPI ઈન્ડેક્સ 141.4 પર પહોંચ્યો છે. તેની ગણતરી પર ડીએમાં કુલ વધારો 3 ટકા થવાનો નક્કી માનવામાં આવી રહ્યું છે. ડીએ વધીને 53 ટકા થશે. હવે 56,900 રૂપિયાના બેસિક પર ડીએની ગણતરી કરશો તો કેન્દ્રીય કર્મચારીઓના એકાઉન્ટમાં પગારની સાથે કુલ મોંઘવારી ભથ્થું 30,157 રૂપિયા બનશે. 56,900*53/100=30,157 રૂપિયા. વાર્ષિક આધાર પર જોશો તો 30,157*12= 3,61,884 રૂપિયા થાય છે. જો કે મોંઘવારી ભથ્થું દર છ મહિને રિવાઈઝ થાય છે. આથી આ વાર્ષિક ગણતરીને ફક્ત અંદાજા માટે કેલ્ક્યુલેટ કરાઈ છે. 


1 કરોડથી વધુ કર્મચારી-પેન્શનર્સને ફાયદો
મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો થવાથી 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનર્સને ફાયદો થશે. તેને 1 જુલાઈ 2024થી લાગૂ કરાશે. તેની જાહેરાત ઓક્ટોબરના અંત સુધીમાં શક્ય છે. ત્યારબાદ ચૂકવણીની સાથે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરનો DA Arrear પણ જોડવામાં આવશે. તે પહેલા માર્ચ 2024માં પણ મોંઘવારી ભથ્થું 4 ટકા વધ્યું હતું.