7th Pay Commission: સરકારી કર્મચારીઓ જેની વાટ જોતા હતા તે ઘડી આવી ગઈ, જાણો કેટલું વધશે મોંઘવારી ભથ્થું, કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
કેન્દ્રીય કર્મચારીઓને દીવાળી પહેલા મોટી ભેટ મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાને મંજૂરી મળી ગઈ છે.
કેન્દ્રીય કર્મચારીઓને દીવાળી પહેલા મોટી ભેટ મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાને મંજૂરી મળી ગઈ છે. આ સાથે જ કેબિનેટે દીવાળી પહેલા ખેડૂતોને પણ મોટી રાહત આપતા રવિ પાકો પર MSP વધારવાને પણ મંજૂરી આપી દીધી છે.
મોંઘવારી ભથ્થા પર 3 ટકાનો વધારો?
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જે અપડેટ સામે આવ્યું છે તે જોતા કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કેબિનેટ બેઠકમાં કરી છે. આ વધારા બાદ ડીએ વધીને 53 ટકા થશે. આ અગાઉ આ વર્ષે માર્ચમાં 4 ટકા ડીએ હાઈક થયું હતું.
કેટલું વધશે MSP
બીજી બાજુ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે રવિ પાક પર MSP વધારવાના નિર્ણય ઉપર પણ મહોર લાગી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ઘઉની MSP 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારીને ₹2,275 થી ₹2,425 કરવામાં આવી છે. જ્યારે સરસવની MSP 300 રૂપિયા વધારીને ₹5,950 અને ચણાની MSP ₹210 વધારીને ₹5,650 કરવામાં આવી છે.