સાતમા પગાર પંચ મામલે અત્યાર સુધી શું થયું? સરકારે શું આપ્યું? જાણો શું છે લાભ?
કેન્દ્રિય કર્મચારીઓ પોતાનો પગાર વધવાની રાહ જોઇ રહ્યા છે. આશા છે કે એમના પગારમાં 15 ઓગસ્ટથી વધારો થવાની સંભાવના છે. એમની માંગણી અનુસાર સરકાર એમને લાભ કરી આપે એમ છે.
નવી દિલ્હી : કેન્દ્રિય કર્મચારીઓ પોતાનો પગાર વધવાની રાહ જોઇ રહ્યા છે. આશા છે કે એમના પગારમાં 15 ઓગસ્ટથી વધારો થઇ શકે એમ છે. એમની માંગણી અનુસારા સરકાર દ્વારા એમને મોટી ભેટ અપાય તો નવાઇ નહીં. જોકે સરકાર સ્પષ્ટ કરી ચૂકી છે કે 18000 રૂપિયાને બદલે એમને 26000 લઘુત્તમ પગાર કરવાનો સવાલ નથી. સુત્રોનું માનીએ તો લઘુત્તમ પગાર 21000 સુધી વધારી શકાય એમ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 15 ઓગસ્ટે સાતમા પગાર પંચની ભલામણો લાગુ કરી શકાય એમ છે. પરંતુ સરકારે ભલામણ મામલે અત્યાર સુધી શુ ફાયદા કર્મચારીઓને આપ્યા છે એ જાણવું જરૂરી છે.
23 લાખ કર્મચારીઓને લાભ
કેન્દ્ર સરકારે યુનિવર્સિટી અને કોલેજથી નિવૃત્ત થયેલા કર્મચારીઓને મોટો લાભ આપ્યો છે. સરકારે એમના પેન્શનમાં સુધારો કર્યો છે. આ સુધારો 7મા પગાર પંચની ભલામણોને આધારે કરાયો છે. એનો ફાયદો 25 હજારથી વધુ વર્તમાન પેન્શન ધારકોને મળશે. એમને 6 હજારથી 18 હજાર રૂપિયા સુધીનો ફાયદો મળી શકે એમ છે. આ ઉપરાંત 23 લાખ અન્ય સેવાનિવૃત્ત કર્મચારીઓને પણ આનો ફાયદો મળવાની વાત કહેવાઇ છે. આ પહેલા પણ સરકારે પોતાના કર્મચારીઓને સાતમા પગાર પંચની કેટલીક ભલામણો લાગુ કરી ફાયદો આપ્યો છે.
ગ્રામીણ પોસ્ટ સેવકોનો પગાર વધશે
ભલે કેન્દ્ર સરકારે અત્યારે 50 લાખથી વધુ સરકારી કર્મચારીઓના લઘુત્તમ પગારમાં હાલ વધારો નથી કર્યો પરંતુ ગ્રામીણ પોસ્ટ સેવકોને ખુશ થવાનું કારણ આપ્યું છે. આ મહિનાની શરૂઆતમાં મળેલી કેબિનેટ બેઠકમાં પોસ્ટ વિભાગ સાથે જોડાયેલા પાર્ટ ટાઇમ કર્મચારીઓના પુરસ્કારમાં સાતમા પગાર પંચના ભલામણના હિસાબે અંદાજે 56 ટકા સુધીનો વધારો આપ્યો છે. અને સાથોસાથ 1 જાન્યુઆરી 2016થી એરિયર્સ પણ અપાશે.
ભથ્થામાં થયો વધારો
ગત વર્ષે નવેમ્બરમાં કેન્દ્ર સરકારે સાતમા પગાર પંચની ભલામણોને આધારે કેન્દ્રીય કર્મચારીઓને ડેપ્યુટેશન પર આપવામાં આવતા ભથ્થામાં વધારો કર્યો છે. બ હજારથી વધારીને રૂ.4500 કરાયું છે. જો ડેપ્યુટેશનનું શહેર બીજું હશે તો મહત્તમ 9000 સુધી મળી શકે છે.
8 લાખ શિક્ષકોનો પગાર વધ્યો
ઓક્ટોબર 2017માં કેન્દ્ર સરકારે સામતા પગાર પંચની ભલામણોને લાગુ કરતાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) અને કેન્દ્ર સરકાર દ્વારા નાણાં અપાતી સંસ્થાઓના 8 લાખ કર્મચારીઓને ભેટ આપવામાં આવી હતી. આ નિર્ણયથી આ શિક્ષકોના પગાર 10400થી લઇને 49800 રૂપિયાની રેન્જમાં આવી ગયા હતા.
18 હજાર થયો લઘુત્તમ પગાર
જૂન 2016માં કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓના લઘુત્તમ પગાર વધારીને 18 હજાર રૂપિયા કર્યો હતો. નાણામંત્રી અરૂણ જેટલીએ આ દરમિયાન જણાવ્યું હતું કે, એરિયર્સ પણ આ વર્ષમાં જ આપવામાં આવશે. જોકે હવે સરકારી કર્મચારીઓ લઘુત્તમ વેતનને 18થી 21 હજાર રૂપિયા કરવાની માંગ કરી રહ્યા છે. આ માંગ ઘણા લાંબા સમયથી ચાલી રહી છએ. જોકે હજુ સરકારે આ અંગે કોઇ અમલ કર્યો નથી.