કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) પર મોટી ખુશખબર મળી શકે છે. એક કરોડ જેટલા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ જે લાંબા સમયથી કોવિડ સમયના 18 મહિનાના મોંઘવારી ભથ્થા (ડીએ) એરિયરની રાહ જોઈ રહ્યા હતા તેનો પ્રસ્તાવ આખરે સરકાર સામે રજૂ કરાયો છે. કોવિડ 19 મહામારીના કારણે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીનું ડીએ અને ડીઆર રોકવામાં આવ્યું હતું જે હવે મળી શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રસ્તાવ મૂકાયો
મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્રીય કર્મચારીઓ શિવ ગોપાલ મિશ્રા (Secretary, National Council (staff side), Joint Consultative Machinery for Central Government Employees) એ કેન્દ્ર સરકારને પેન્ડિંગ 18 મહિનાના ડીએ એરિયરને ચૂકવવાની અપીલ કરી છે. પીએમ મોદીને લખેલા પત્રમાં મિશ્રાએ કહ્યું કે રાષ્ટ્રીય પરિષદ (જેસીએમ)ના સચિવ (કર્મચારી પક્ષ) તરીકે આ મારું કર્તવ્ય છે કે હું કેટલાક પ્રમુખ મુદ્દાઓ પર તમારું ધ્યાન ખેંચુ જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના મનને વ્યથિત કરી રહ્યા છે. આ અગાઉ ભારતીય પ્રવાસી મજૂર સંઘના મહાસચિવ મુકેશ સિંહે પણ કેન્દ્ર સરકારને 18 મહિનાનું અટકેલું ડીએ એરિયર ચૂકવવાનો આગ્રહ કર્યો હતો. 


અગાઉ પણ કરાઈ હતી અપીલ
આ અગાઉ પણ ભારતીય પ્રતિરક્ષા મઝદૂર સંઘના મહાસચિવ મુકેશ સિંહે કેન્દ્ર સરકારને રકમ ચૂકવવા માટે આગ્રહ કર્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણને સંબોધિત કરેલા એક પત્રમાં સિંહે કહ્યું હતું કે હું કોવિડ મહામારીથી ઊભા થયેલા પડકારો અને તેના કારણે સર્જાયેલી આર્થિકસ્થિતિને સમજી શકું છું. જો કે આપણો દેશ ધીરે ધીરે હવે મહામારીના પ્રભાવમાંથી બહાર આવી રહ્યો છે. દેશની નાણાકીય સ્થિતિમાં સુધાર જોવા મળે તે આનંદની વાત છે. અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020થી જૂન 2021 એમ કુલ 18 મહિના માટે DA અને DR ની ચૂકવણી રોકી હતી. 


નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષમાં બેવાર જાન્યુઆરી અને જુલાઈમાં ડીએની સમીક્ષા કરાય છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2024થી વધીને 50 ટકા થઈ ગયું. જ્યારે ડીએ 50 ટકા સુધી પહોંચે ત્યારે હાઉસ રેન્ટ એલાઉન્સ (એચઆરએ) જેવા કેટલાક ભથ્થા પણ સંશોધિત કરાય છે. 


અંદાજિત વધારો
નવી કેન્દ્ર સરકાર જુલાઈમાં પોતાનું પહેલું પૂર્ણ બજેટ રજૂ ક રશે. આ બજેટમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત થઈ શકે છે. જેના કારણે તેમના બેઝિક પગારમાં બંપર વધારો થઈ શકે છે. હાલમાં કર્મચારીઓને 50 ટકા ડીએનો ફાયદો મળી રહ્યો છે જે વધીને 54 ટકા થઈ શકે છે. જો તમારો પગાર 20,000 રૂપિયા હોય તો 800 રૂપિયા માસિક જેટલો વધારો થઈ શકે જેના કારણે વાર્ષિક 9600 રૂપિયાનો વધારો થશે. 


આ ઉપરાંત મોદી સરકાર ફિટમેન્ટ ફેક્ટરમાં પણ તગડો વધારો કરી શકે છે હાલના સમયમાં કર્મચારીઓના 2.60 ગણા ફિટમેન્ટ ફેક્ટરનો લાભ મળી રહ્યો છે. જેને વધારીને 3.0 કરવામાં આવી શકે છે.