7th Pay Commission: સરકારી કર્મચારીઓને મળશે મોટી ભેટ! 18 મહિનાથી લટકેલા DA Arrear પર મોટા સમાચાર
કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 31 ટકા થઈ ચૂક્યું છે. 1 જૂલાઈથી તેને લાગુ કરી દેવાયું છે. જેનો અર્થ એ થયો કે 4 મહિનાનું ડીએ એરિયર પણ સરકાર પોતાના કર્મચારીઓને આપશે. જો કે 18 મહિનાથી અટકેલા DA એરિયર (Dearness Allowance Arrear) નો નિર્ણય હજુ સુધી લેવાયો નથી. આશા છે કે ડિસેમ્બર મહિનામાં ક્રિસમસ અને ન્યૂયર પહેલા કેન્દ્રીય કર્મચારીઓના DA એરિયર ઉપર પણ નિર્ણય લેવાઈ શકે છે.
7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 31 ટકા થઈ ચૂક્યું છે. 1 જૂલાઈથી તેને લાગુ કરી દેવાયું છે. જેનો અર્થ એ થયો કે 4 મહિનાનું ડીએ એરિયર પણ સરકાર પોતાના કર્મચારીઓને આપશે. જો કે 18 મહિનાથી અટકેલા DA એરિયર (Dearness Allowance Arrear) નો નિર્ણય હજુ સુધી લેવાયો નથી. આશા છે કે ડિસેમ્બર મહિનામાં ક્રિસમસ અને ન્યૂયર પહેલા કેન્દ્રીય કર્મચારીઓના DA એરિયર ઉપર પણ નિર્ણય લેવાઈ શકે છે.
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર
અત્રે જણાવવાનું કે 7th Pay Commission હેઠળ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને 31 ટકા ડીએ ઉરપરાંત અનેક મોટા ફાયદા આપ્યા છે. જો કે ડીએ એરિયરનો મામલો 18 મહિનાથી લટકેલો છે. નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (JCM) ના સચિવ (સ્ટાફ સાઈડ) શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું કે કાઉન્સિલે સરકાર સામે માંગણી રાખી છે કે ડીએ બહાલ કરતી વખતે 18 મહિનાથી પેન્ડિંગ ડીએ એરિયરનું પણ વન ટાઈમ સેટલમેન્ટ કરી દેવામાં આવે. આશા છે કે ડિસેમ્બર મહિનામાં કેબિનેટ સેક્રેટરીની સાથે ડીએ એરિયરના મામલે ચર્ચા થઈ શકે છે.
PM મોદીનું 'Sydney Dialogue' માં સંબોધન, ક્રિપ્ટો કરન્સી પર આપ્યું આ મહત્વનું નિવેદન
ડીએ એરિયરનું થશે વન ટાઈમ પેમેન્ટ!
નોંધનીય છે કે નાણા મંત્રાલય, કાર્મિક અને તાલિમ વિભાગ (Department of Personnel & Training) અને વ્યય વિભાગના અધિકારીઓ સાથે જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (JCM)ની બેઠક થશે. જેમાં ડીએ એરિયરની વન ટાઈમ પેમેન્ટ પર ચર્ચા થવાની સંભાવના છે. જો કે થોડા સમય પહેલા પેન્શનર્સે આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ કરવાની માગણી કરી હતી. ત્યારબાદ સરકારે તેના પર વિચાર કરવાનું આશ્વાસન આપ્યું છે. જો સરકાર સહમત થશે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર હશે.
2 વાર અગાઉ પણ રજુ કરાઈ હતી માગણી
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સનું 18 મહિનાનું ડીએ અને ડીઆર એરિયર બાકી છે. સંસદના ચોમાસુ સત્રમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું હતું કે મોંઘવારી ભથ્થું (DA) બહાલ કરવામાં આવી રહ્યું છે. પરંતુ 18 મહિનાના ડીએ એરિયર પર કોઈ નિર્ણય લેવાયો નથી. 26-28 જૂનના રોજ કેબિનેટ સચિવ સાથે થયેલી બેઠકમાં પણ ડીએ એરિયર પર કોઈ વાત નથી થઈ. મિશ્રાએ કહ્યું કે મોદી સરકાર જલદી તેના પર નિર્ણય લઈ શકે છે. જેનાથી લગભગ 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ પેન્શનર્સને ફાયદો મળવાની આશા છે.
કેટલું મળશે ડીએ એરિયર?
નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (JCM) ના સચિવ શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યાં મુજબ લેવલ-1 ના કર્મચારીઓનું ડીએ એરિયર 11 હજાર 880 રૂપિયાથી લઈને 37 હજાર રૂપિયા વચ્ચે હશે. જ્યારે લેવલ 13 ((7th CPC બેઝિક પે-સ્કેલ 1,23,100 રૂપિયાથી 2,15,900 રૂપિયા) ના કર્મચારીઓ માટે ડીએ એરિયર તરીકે 1 લાખ 44 હજાર 200 રૂપિયાથી લઈને 2 લાખ 18 હજાર 200 રૂપિયા સુધી મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube