7th Pay Commission DA Hike: મોંઘવારી ભથ્થા પર સારા સમાચાર! જાણો હવે કેટલું વધશે અને કયા ફોર્મ્યૂલાથી મળશે પૈસા?
7th Pay Commission latest news today: કેન્દ્રીય કર્મચારીઓ માટે આગામી સમય સારા સમાચાર લઈને આવી રહ્યો છે. કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત (Dearness Relief) પર જલદી નિર્ણય લેવાશે. જુલાઈ 2024 માટે આગામી ફેરફાર થવાનો છે.
7th Pay Commission latest news today: કેન્દ્રીય કર્મચારીઓ માટે આગામી સમય સારા સમાચાર લઈને આવી રહ્યો છે. કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત (Dearness Relief) પર જલદી નિર્ણય લેવાશે. જુલાઈ 2024 માટે આગામી ફેરફાર થવાનો છે. એક્સપર્ટ્સનું માનીએ તો તેમાં પણ 4 ટકાનો વધારો થઈ શકે છે. પરંતુ તેની જાહેરાત સપ્ટેમ્બર મહિના સુધીમાં થશે. AICPI ઈન્ડેક્સના માર્ચ સુધીના આંકડા લેબર બ્યૂરો પાસે છે. જો કે ફેબ્રુઆરી અને માર્ચના આંકડા હજુ રિલીઝ કરાયા નથી. ત્યારબાદ એપ્રિલ, મે, જૂનના આંકડા પણ આવવાના છે. તેનાથી ડીએના સ્કોરમાં વધારો થઈ શકે છે. હાલ નંબર્સના આધારે મોંઘવારી ભથ્થું 51 ટકા છે. પરંતુ ફાઈનલ નંબર જુલાઈ બાદ જ નક્કી થશે. એક્સપર્ટ્સ હાલ મોંઘવારીનો ટ્રેન્ડ જોઈને દાવો કરી રહ્યા છે કે મોંઘવારી ભથ્થામાં 4% નો વધારો થશે.
DA Hike 4% વધવાનું નક્કી
નવું મોંઘવારી ભથ્થું 1 જુલાઈ 2024થી પ્રભાવિત થશે. જાહેરાત થવામાં સપ્ટેમ્બર સુધીનો સમય લાગી શકે છે. ત્યારબાદ તેને પગારમાં જોડી દેવાશે. હાલ DA નું અંતર એરિયર સાથે ચૂકવાશે. અત્યારે કેન્દ્રીય કર્મચારીઓને 50% મોંઘવારી ભથ્થું મળે છે. ઈન્ડેક્સના ટ્રેન્ડને જોઈએ તો 4 ટકા વધવાનું નક્કી છે. તેનાથી કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું કુલ 54 ટકા થઈ જશે. જો કે એ વાતથી પણ ઈન્કાર કરી શકાય નહીં કે મોંઘવારી ભથ્થું શૂન્ય કરવામાં આવી શકે. સ્થિતિ ગમે તે હોય પરંતુ મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થશે. કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું AICPI ઈન્ડેક્સ સાથે લિંક હોય છે. 6 મહિનાના આંકડાથી નક્કી થશે કે મોંઘવારી ભથ્થામાં કેટલો ઉછાળો આવશે.
સપ્ટેમ્બરમાં થઈ શકે છે જાહેરાત
મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બેવાર વધારો થાય છે. જાન્યુઆરી અને જુલાઈથી તેને લાગૂ કરવામાં આવે છે. પરંતુ તેની જાહેરાત માર્ચ અને સપ્ટેમ્બર મહિનામાં થાય છે. જાન્યુઆરી 2024 માટે વધેલા મોંઘવારી ભથ્થાની જાહેરાત માર્ચમાં કરાઈ હતી. મોંઘવારી ભથ્થું વધારીને 50 ટકા કરાયું હતું. જ્યારે હવે જુલાઈ 2024 માટે વધનારા મોંઘવારી ભથ્થાની જાહેરાત સપ્ટેમ્બરમાં થઈ શકે છે. મોંઘવારી ભથ્થામાં 4% વધારાની સંભાવના દેખાઈ રહી છે. જાન્યુઆરી સુધી ઈન્ડેક્સ 138.9 પર જોવા મળી રહ્યો છે. તેના આધારે મોંઘવારી ભથ્થાનો સ્કોર 50.84 ટકા થઈ ચૂક્યો છે. જેને 51 ટકા માનવામાં આવશે. AICPI ઈન્ડેક્સનો આગામી નંબર 31 મેની સાંજે જાહેર થશે. બની શકે કે લેબર બ્યૂરો આ વખતે ત્રણ મહિનાના આંકડા એક સાથે બહાર પાડે.
એક્સપર્ટનો દાવો
મોંઘવારી ભથ્થાની ગણતરી કરનારા એક્સપર્ટ્સનો દાવો છે કે જુલાઈ 2024 માટે 4% DA Hike પર મહોર લાગશે. ઓલ ઈન્ડિયા કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ-આઈડબલ્યુ (All India Consumer Price Index- IW)ના નંબર્સ ભલે સામે નથી પરંતુ મોંઘવારીનો ટ્રેન્ડ એ તરફ ઈશારો કરી રહ્યો છે. સ્પષ્ટ છે કે મોંઘવારી ભથ્થામાં 4 ટકા સુધીનો ઉછાળો આવી શકે છે. ઈન્ડેક્સનો ફાઈનલ નંબર 31 જુલાઈ સુધીમાં આવશે. જેનાથી કન્ફર્મ થશે કે મોંઘવારી ભથ્થામાં કુલ કેટલો વધારો થયો છે.
કેટલું વધશે કેવી રીતે ખબર પડશે
કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું All India Consumer price Index પર નિર્ભર કરે છે. જો આ આંકડામાં સતત વધારો થાય તો મોંઘવારી ભથ્થું પણ તે ક્રમમાં વધે છે. આ વર્ષના પહેલા ત્રિમાસિક માટે કન્ઝ્યૂમર મોંઘવારીના ત્રણ મહિનાના આંકડા આવી ગયા છે. આ ટ્રેન્ડને જોતા લાગે છે કે આવનારા દિવસોમાં મોંઘવારી ભથ્થું 4 ટકાના દરથી વધશે. પરંતુ હજુ ઈન્ડેક્સના બાકી નંબર પણ જોવાના રહેશે.
આ ફોર્મ્યૂલાથી નક્કી થશે ભથ્થું
મોંઘવારી ભથ્થાને લઈને શ્રમ મંત્રાલયે કેલ્ક્યુલેશનનો ફોર્મ્યૂલા બદલ્યો હતો. શ્રમ મંત્રાલયે મોંઘવારી ભથ્થાના આધાર વર્ષ (Base Year) માં ફેરફાર કર્યો હતો. મજૂરી દર સૂચકાંક (WRI-Wage Rate Index) ની એક નવી સિરીઝ બહાર પાડી. જેમાં શ્રમ મંત્રાલયે આધાર વર્ષ 2016=100 સાથે WRI ની નવી સિરીઝ બહાર પાડી. તેને 1963-65 ના આધાર વર્ષની જૂની સિરીઝની જગ્યાએ લાગૂ કરવામાં આવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube