નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરનાં પુલવામાં ગુરુવારે બપોરે મોટો આતંકવાદી હૂમલો થયો છે. જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓએ આત્મઘાતી હૂમલો કરીને સીઆરપીએફની બસને ઉડાવી દીધી હતી. આ હૂમલામાં 20 સીઆરપીએફ જવાન શહીદ થઇ ગયા હતા. 45થી વધારે જવાનો  ઘાયલ થયા છે. સતત આ હૂમલા બાદ  નેતાઓની પ્રતિક્રિયા આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓએ જણાવ્યું કે, એનએસજીના વિસ્ફોટક વિશેષજ્ઞ, એનઆઇએનાં તપાસકર્તા પુલવામાં આતંકવાદી હૂમલાનાં સ્થળે જશે. જમ્મુ કાશ્મીર પુલવામાં આતંકવાદી હૂમલાની તપાસમાં એનઆઇએનો સમાવેશ કરવામાં આવશે. એવામાં સંરક્ષણ નિષ્ણાંતો આ વાત પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે એટલા મોટા કાફલો અહીંથી આ રીતે પસાર ન થવું જોઇતું હતું. 
સુરક્ષા અધિકારીના અનુસાર જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફ જવાનોને નિશાન બનાવીને કરાયેલા વિસ્ફોટની જૈશ એ મોહમ્મદે જવાબદારી લીધી છે. સુત્રો અનુસાર આ એક આત્મઘાતી હૂમલો  છે. આ આત્મઘાતી હૂમલાને જૈશના આતંકવાદી આદિલ અહેમદ ડારે કાવત્રાને અંજામ આપ્યો છે. હૂમલામાં 45થી વધારે જવાનો ઘાયલ થયા છે.


રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ઘટના પર રાખી રહ્યા છે બારીક નજર
પુલવામાં આતંકવાદી હૂમલા અંગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સતત નજર રાખી રહ્યા છીએ. સતત CRPFના વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્થિતી પર બારીક નજર રાખી રહ્યા છે. 

રાજ્યના સલાહકારે કરી મીટિંગ
જમ્મુ કાશ્મીરના રાજ્યપાલના સલાહકાર વિજય કુમારે ગૃહમંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરી. તેમણે કહ્યું કે, જ્યારે પણ આતંકવાદી સમુહ પર દબાણ પડે છે, તેઓ આ પ્રકારનું કૃત્ય કરે છે. તમે જાણો છો કે હાલમાં જ સુરક્ષા એજન્સીઓનાં ટોપના આતંકવાદી સમૂહોની વિરુદ્ધ અભિયાન ચલાવેલું છે. 

22 જવાન શહીદ
આત્મઘાતી હૂમલામાં શહીદ થનારા જવાનોની સંખ્યા વધીને હવે 22 જવાનો શહીદ થયા હોવાની માહિતી છે. 


76 બટાલિયન સીઆરપીએફની હતી બસ, બેસેલા હતા 39 જવાનો
આ આત્મઘાતી હૂમલાનો શિકાર 76Bn CRPFની બસ થઇ હતી. યાત્રીઓની યાદી અનુસાર બસમાં આશરે 39 જવાન હતા. આત્મઘાતી હૂમલાના કાવત્રાને પાર પાડનારો આદિલ અહેમદ ડાર, પુલવામાંનાં કાકપોરાનો જ રહેવાસી છે. તે ગત્ત વર્ષે ફેબ્રુઆરીમાં જાકીર મુસાના ગજવત ઉલ હિંદમાં જોડાયા બાદ આતંકવાદી બન્યો હતો. થોડા મહિના પહેલા જ તેણે જૈશ જોઇન કર્યું હતું. 

કોંગ્રેસે રાષ્ટ્રીય શોક જેવી ઘટનામાં પણ રાજનીતિ ચાલુ કરી
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલે પુલવામાં આતંકવાદી હૂમલા બાદ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રણદીપ સુરજેવાલે કહ્યું કે, મોદી સરકારના પાંચ વર્ષનાં કાર્યકાળમાં 18થી વધારે આતંકવાદી હૂમલા થઇ ચુક્યા છે. 


આગરાના વિદ્યાર્થીએ બનાવી દુનિયાની સૌથી મોટી દિવાલ ઘડિયાળ


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહી ક્લિકક કરો...