નવી દિલ્હી: એક વ્યક્તિએ બેંગ્લુરુ પોલીસને ફોન કરીને દાવો કર્યો હતો કે તેની પાસે એવી સૂચના છે કે આતંકીઓ કર્ણાટક સહિત 8 રાજ્યોમાં આતંકી હુમલાને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહ્યાં છે.જો કે તપાસમાં સ્પષ્ટ થયું કે 65 વર્ષના એક ટ્રક ડ્રાઈવર અને પૂર્વ સૈનિકે આ ખોટો ફોન કોલ કર્યો હતો. આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. વ્યક્તિના દાવા બાદ કર્ણાટક રાજ્યના ડીજીપી-આઈજીપીએ અન્ય સંબંધિત સાત રાજ્યોમાં પત્ર લખીને અલર્ટ રહેવાનું કહ્યું હતું. 


પાડોશી દેશ શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા આતંકી હુમલાઓ બાદ ભારતના દરિયાકાંઠાના રાજ્યોમાં કોસ્ટગાર્ડ, કોસ્ટલ મરીન પોલીસ અને સ્થાનિક પોલીસ પહેલેથી જ અલર્ટ મોડ પર છે. એવી આશંકા છે કે શ્રીલંકાના વિસ્ફોટોમાં સામેલ કેટલાક આતંકીઓ સમુદ્ર રસ્તે ભારતમાં ઘૂસી શકે છે. આ બધા વચ્ચે એક ફોન કોલે પોલીસને હેરાન પરેશાન કરી દીધા હતાં. જો કે આ ફોનકોલ ખોટો નીકળ્યો અને પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...