આજે 8 ઓક્ટોબર 2018 છે. ઈતિહાસમા ડોકિયુ કરીએ તો આ તારીખનો કોઈ લાંબો પહોળો ઈતિહાસ મળી નથી આવ્યો. પણ, એક બાબતે આ તારીખ 2018ના આ વર્ષે બહુ જ ખાસ છે. આ તારીખને તમે આગળથી વાંચો કે પાછળથી વાંચો તમને એકજેવી જ લાગશે. 8-10-2018ને બંને બાજુથી વાંચતા તે એકજેવી જ લાગે છે. ગણિતની ભાષામાં આ કોઈ તારીખ નથી, પણ એક સંયોગ છે. જેને પેલિન્ડ્રોમ કહેવાય છે. તો જાણી લો શું છે પેલિન્ડ્રોમ અને તેનું ગણિત. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે પેલિન્ડ્રોમ તારીખ
જમણેથી અને ડાબેથી એમ બંને તરફથી વાંચતા એક જ રકમ વંચાય તેને પેલિન્ડ્રોમ કહેવાય છે. આગળ અને પાછળથી વાંચતા એકસરખું જ વંચાય તેને પેલિન્ડ્રોમ કહેવાય. જેમ કે, 8-10-2018. આવી અનેક તારીખો છે. દર વર્ષે કેલેન્ડરમાં આવી એક કે બે તારીખો હોય જ છે, જે પેલિન્ડ્રોમમાં આવે છે. આ તારીખ જે દિવસે આવે છે તેને પેલિન્ડ્રોમ ડે કહેવાય છે. પેલિન્ડ્રોમ બીજું કંઈ નહિ, પણ તારીખોનો સંયોગ છે. 


આવી રીતે સર્જાય છે પેલિન્ડ્રોમ તારીખો...
21મી સદીમાં કુલ 38 પેલિન્ડ્રોમ તારીખ આવે છે. જેમાંથી 2012થી લઈને 2021 સુધી આવતી પેલિન્ડ્રોમ તારીખ નીચે મુજબ છે. 
21 February 2012     21-02-2012
2 October 2012     2-10-2012
March 10, 2013     3-10-2013
3 October 2013     3-10-2013
April 10, 2014     4-10-2014
4 October 2014     4-10-2014
May 10, 2015     5-10-2015
5 October 2015     5-10-2015
June 10, 2016     6-10-2016
6 October 2016     6-10-2016
July 10, 2017     7-10-2017
7 October 2017     7-10-2017
August 10, 2018     8-10-2018
8 October 2018     8-10-2018
September 10, 2019     9-10-2019
9 October 2019     9-10-2019
February 2, 2020     02-02-2020 
January 20, 2021     1-20-2021
12 February 2021     12-02-2021
December 2, 2021     12-02-2021 


દરેક સદીમાં 9 વર્ષ એવા હોય છે, જેમાં એક રોમાં 10 પેલિન્ડ્રોમ દિવસો આવે છે. તે હંમેશા સદીના બીજા દાયકામાં જ હોય છે. જેમ કે, દર વર્ષે 2011-2019, 2111-2199 અને 2211-2219માં 10 સતત પેલિન્ડ્રોમ દિવસો આવે છે. આવું જ તેની આગળની સેન્ચ્યુરીમાં પણ હોય છે. આ મહિનો વર્ષના છેલ્લાં આંકડા સાથે તાળમેળ કરતો હોય છે. જેમ કે, 1918, 2018 અને 2118માં, વર્ષના આઠમાં મહિનામાં, 10 પેલિન્ડ્રોમ દિવસો આવશે. યુનિવર્સિટી ઓફ પોર્ટલેન્ડના પ્રોફેસર અઝીઝ ઈનાને આપેલી માહિતી મુજબ, 2018ની પહેલી પેલિન્ડ્રોમ તારીખ 1 ઓગસ્ટ 2018 છે. 8-1-2018 હતી. તેમણે આપેલી માહિતી મુજબ, 2018ના વર્ષમાં કુલ 11 પેલિન્ડ્રોમ દિવસો આવે છે. 


પેલિન્ડ્રોમના પ્રકાર
પેલિન્ડ્રોમના ત્રણ પ્રકાર હોય છે. તારીખ, શબ્દ અને વાક્યો. તારીખ ઉપરાંત અનેક શબ્દો અને વાક્યો એવા હોય છે, આગળથી અને પાછળથી વાંચતા એક જેવા જ લાગે છે. પ્રાથમિક શિક્ષણમાં આપણને આવા શબ્દો અને વાક્યો વિશે ચોપડીમાં આવતું. શબ્દોમાં, કસક, મલમ. આવી જ રીતે કેટલાક વાક્યો પણ એવા હોય છે. અંગ્રેજીમાં પણ આવા શબ્દો અને વાક્યો છે. જેમ કે, "radar" અને "Madam I'm Adam"ને આગળથી અને પાછળથી વાંચતા એકજેવું ભાસે છે.