BJPને ઘેરવાની રણનીતિ બનાવવા 30 સપ્ટેમ્બરે બેઠક યોજશે વિપક્ષ
બસપા દ્વારા મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 22 ઉમેદવારોની ગુરૂવારે કરાયેલી જાહેરાત બાદ આ પગલું ઉઠાવાઇ રહ્યું છે જેથી વિપક્ષી દળોના મત્ત વહેંચાઇ ન જાય
ભોપાલ : લોકતાંત્રિક જનતા દળના સલાહકાર ગોવિન્દ યાદવે સોમવારે જણાવ્યું કે, આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી ભાજપની વિરુદ્ધ ગઠબંધન બનાવવા માટે આઠ રાજનીતિક દળોની 30 સપ્ટેમ્બરે ભોપાલમાં બેઠક યોજાશે. બસપા દ્વારા મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 22 ઉમેદવારોની ગુરૂવારે કરાયેલી જાહેરાત બાદ આ પગલું ઉઠાવવામાં આવી રહ્યું છે. જેથી વિપક્ષી દળોનાં વોટોને વહેંચણી ન હોય અને ભાજપને સતત ચોથી વાર સત્તામાં આવતા અટકાવી શકાય.
યાદવે જણાવ્યું કે, સંવૈધાનિક લોકશાહી બચાવવા માટે અને વૈકલ્પિક રાજનીતિની માટે મધ્યપ્રદેશના આઘામી વિધાનસભા ચૂંટણી માટે બિન ભાજપીય દળોના ગઠબંધન માટે આઠ અલગ અલગ રાજનૈતિક દળોની બેઠક 30 સપ્ટેમ્બરે ભોપાલમાં આયોજીત છે.
તેમણે કહ્યું કે, આ બેઠકમાં લોકતાંત્રીક જનતા દળ, માર્કસવાદી કમ્યનિસ્ટ પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, હુજન સંઘર્ષ દળ, ગોંડવાના ગણતંત્ર પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય સમાનતા દળ અને પ્રજાતાંત્રિક સમાધાન પાર્ટીને આમંત્રીત કરવામાં આવ્યા છે.
યાદવે જણાવ્યું કે, બસપાએ મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં એકલા ચૂંટણી લડવાની જાહેરાત ગુરૂવારે કરી દીધું અને ત્યાં તમામ 230 સીો પર પોતાનાં ઉમેદવારો ઉતારશે. એટલા માટે અમે વિપક્ષી મતોની વહેંચણી અટકાવવા માટે ગઠબંધન કરીશું, જેથી ભાજપને હરાવી શકાય.તેમણે કહ્યું કે, બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં વિપી દળોના ગઠબંધન અને આગામી કાર્યક્રમોનું નિર્ધારણ કરવામાં આવશે. યાદવ હાલમાં લોકક્રાંતિ અભિયાનના સંયોજક છે. તેઓ મધ્યપ્રદેશ જનતા દળ (યૂનાઇટેડ)ના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.