8 વર્ષના દિકરાની બાઇક સવારી પિતાને પડી ભારે! મળ્યો ભારે ભરખમ ઈ-મેમો
શું તમે 8થી 10 વર્ષના બાળકને બાઇક ચલાવતા જોયો છે. આશ્ચર્ય પમાડે તેવું છે ને... ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
લખનઉ: શું તમે 8થી 10 વર્ષના બાળકને બાઇક ચલાવતા જોયો છે. આશ્ચર્ય પમાડે તેવું છે ને... ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. બાળકનો બાઇક ચલાવતો એક વીડિયો વાયરલ થતા જ પોલીસ હરકતમાં આવી અને ટ્રાફીક એએસપીએ બાળકના પિતાના નામે ઈ-મેમો મોકલાવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ ડીજીપી ઓપી સિંહે બાળકના માતા પિતાની સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે.
આ પણ વાંચો:- દરિયા કિનારે વસતા લોકોને UNએ કર્યા એલર્ટ, પાણીમાં સમાઇ જશે આંદામાન અને નિકોબાર!