નવી દિલ્હી: રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના (Delhi) કલ્યાણપુરી વિસ્તારમાંથી અપહરણ કરાયેલા બાળકીના અચાનક મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં ભારે નારાજગી છે. આજે જ્યારે બાળકીનો મૃતદેહ અંતિમ વિધિ માટે લઈ જવામાં આવ્યો હતો, ત્યારે પરિવારના સભ્યોએ દિલ્હી પોલીસ (Delhi Police) પર પથ્થરમારો શરૂ કર્યો હતો અને કારના તમામ કાચ તોડી નાખ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

23 ફેબ્રુઆરીથી ગુમ હતી બાળકી
ખરેખર, આ કેસ 23 ફેબ્રુઆરીનો છે જ્યારે 8 વર્ષની એક બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી. ઘણું શોધ્યા બાદ પણ તે મળી ન હતી. ત્યારે પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાવ્યો હતો અને બાળકીને વહેલી તકે શોધી કાઢવાની અપીલ કરી હતી. ત્યારબાદથી પોલીસ સીસીટીવીની મદદથી ગુમ થયેલ બાળકી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારબાદ પોલીસને પહેલો પુરાવો મળ્યો જેના આધારે પોલીસે ગાઝિયાબાદ (Ghaziabad) અને મેરઠમાં (Meerut) દરોડા પાડ્યા અને 4 લોકોની ધરપકડ કરી.


આ પણ વાંચો:- કોરોનાના વધતા કેસની વચ્ચે ફરી લાગ્યું Curfew, પેટ્રોલ પંપ રહેશે બંધ


પૈસા ન મળતાં કરાઈ હત્યા
પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી છે કે, તેઓએ ખંડણી રકમ માટે બાળકીનું અપહરણ કર્યું હતું. પરંતુ પાછળથી જાણવા મળ્યું કે, તે પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી, જેના કારણે તે ખંડણીની રકમ ચૂકવી શક્યો નથી. આવી સ્થિતિમાં પૈસા ન મળે અને પોલીસના હાથે ઝડપાઇ જવાના ડરથી પરેશાન થવા લાગ્યા હતા. જેથી તેઓએ બાળકીની હત્યા કરી હતી અને તેની લાશને ખેતરમાં ફેંકી હતી. પોલીસે આરોપીના કહેવા પર ગાઝિયાબાદના તે ફાર્મમાંથી બાળકીની ડેડબોડી મેળવી લીધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube