શિવસાગર (અસમ): અસમના જાણીતા સામાજિક કાર્યકર્તા અખિલ ગોગોઈ (Akhil Gogoi) અસમ વિધાનસભા ચૂંટણી (Assam Assembly Election 2021) લડી રહ્યા છે. તે જેલમાં બંધ છે અને જેલમાંથી ચૂંટણી મેદાનમાં છે. તે ખુદ ચૂંટણી પ્રચાર કરવા આવી શકે નહીં, તેવામાં તેમના માતા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પ્રિયદા ગોગોઈ શેરી-શેરી ઘર-ગર લોકોને મળી પુત્રને ચૂંટણી જીતાડવાની અપીલ કરી રહ્યા છે. અખિલ ગોગોઈના માતા પ્રિયદા ગોગોઈનું કહેવુ છે કે મારો પુત્ર અસમ માટે લડી રહ્યો છે, તેવામાં જનતા જ તેને કેદમાંથી આઝાદ કરાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અખિલ ગોગોઈના માતા પ્રિયદા ગોગોઈ (Priyada Gogoi) ની ઉંમર 84 વર્ષ છે. ત્યારબાદ પણ તેઓ ઘરે-ઘરે લોકોની સામે હાથ જોડી જોવા મળે છે. પ્રિયદા લોકોને પુત્રને જીતાડવાની અપીલ કરી રહ્યા છે. અસમ વિધાનસભા ચૂંટણી (Assembly Election 2021) માં શિવસાગર સીટથી રાઇઝોર દળના ઉમેદવાર અખિલ ગોગોઈના 84 વર્ષીય માતા પ્રિયદા ગોગોઈ અનેક બીમારીઓનો પણ સામનો કરી રહ્યા છે. તેમ છતાં તે પોતાના પુત્ર માટે ચૂંટણી પ્રચાર કરવા શેરી-શેરી ફરી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ Corona: દેશમાં બેકાબુ બની રહી છે સ્થિતિ, દિલ્હીમાં 1200 પાર તો મહારાષ્ટ્રમાં 31 હજારથી વધુ કેસ


શિવસાગર ચૂંટણી ક્ષેત્ર (Shivsagar Assembly Seat) માં 27 માર્ચના પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. સંશોધિત નાગરિકતા કાયદા (CAA) ના વિરોધ માટે જેલમાં બંધ અખિલના માતાની સાથે સામાજિક કાર્યકર્તા મેઘા પાટકર અને સંદીપ પાંડે પણ પ્રચારમાં લાગેલા છે. અખિલે જ રાઇઝોર દળની સ્થાપના કરી હતી. 


શિવહરના પડોશી જોરહાટ જિલ્લાના નિવાસી પ્રિયદા ગોગોઈ છેલ્લા સાત દિવસથી પ્રચાર કરી રહ્યાં છે. તેમણે કહ્યું, હું મારા પુત્ર માટે ચૂંટણી પ્રચાર કરી રહી છું. હું તેને આઝાદ જોવા ઈચ્છુ છું. મને ખ્યાલ છે કે જનતા તેને જેલમાંથી બહાર લાવી શકે છે. આ ચૂંટણી જીત તેને કેદમાંથી બહાર લાવવાની દિશામાં પ્રથમ પગલું હશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube