નવી દિલ્હી : નવરાત્રિના આઠમા દિવસે મા ગૌરીની પૂજા કરવામાં આવે છે, આ દિવસે અનેક ઘરોમાં કન્યા પૂજન પણ કરવામાં આવે છે. દુર્ગાષ્ટમીની પૂજાનું બહુ જ મહત્ત્વ હોય છે. પરંતુ અનેક લોકો સપ્તમીથી કન્યા પૂજન શરૂ કરી દે છે. શાસ્ત્રો અનુસાર, કન્યા પૂજન માટે દુર્ગાષ્ટમીના દિવસને સૌથી વધુ મહત્વપૂર્ણ અને શુભ માનવામાં આવે છે. જે લોકો આખી નવરાત્રિ વ્રત રાખે છે, તેઓ નવમીના રોજ કન્યા પૂજન કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કન્યા પૂજનનું શુભ મુહૂર્ત
કન્યા પૂજનનું શુભ મુહૂર્ત અષ્ટમીની સવારે 6 વાગીને 28 મિનીટથી લઈને 9 વાગીને 20 મિનીટ સુધીનું હતું. હવે બીજું મુહૂર્ત સવારે 10 વાગીને 46 મિનીટથી લઈને બપોરે 12 વાગીને 12 મિનીટ સુધી રહેશે.



મા ગૌરીનું પૂજન અને મહત્વ
નવરાત્રિના આઠમા દિવસે મા મહાગૌરીની પૂજાનું વિધાન છે. ભગવાની શિવની પ્રાપ્તિ માટે તેમણે કઠોર પૂજા કરી હતી. જેનાથી તેમનું શરીર કાળુ પડી ગયું હતું. જ્યારે ભગવાન શિવે તેમને દર્શન આપ્યા, તો તેમની કૃપાતી તેમનું શરીર અત્યંત ગૌર થઈ ગયું હતું, અને આમ તેમનુ નામ ગૌરી પડ્યું હતું. માનવામાં આવે છે કે, માતા સીતાએ શ્રીરામની પ્રાપ્તિ માટે પણ તેમની જ પૂજા કરી હતી. મા ગૌરી શ્વેત વર્ણની છે અને સફેદ કલરમાં તેમનું ધ્યાન કરવું અત્યંત લાભકારી હોય છે. વિવાહ સંબંધી તમામ બાધાઓના નિવારણમાં તેમની પૂજા અચૂક કરવામાં આવે છે. જ્યોતિષમાં તેમનો સંબંધ શુક્ર નામના ગ્રહ સાથે છે. 


કન્યા પૂજનનું મહત્વ
કન્યા પૂજનમા 2 થી 11 વર્ષની 9 બાળકીઓની પૂજા કરવામાં આવે છે. હકીકતમાં, બે વર્ષની કુમારી, ત્રણ વર્ષની ત્રિમૂર્તિ, ચાર વર્ણની કલ્યાણી, પાંચ વર્ષની રોહિણી, છ વર્ષની બાલિકા, સાત વર્ષની ચંડિકા અને આઠ વર્ષની સાંભવી, નવ વર્ષની દુર્ગા અને દસ વર્ષની કન્યા સુભદ્ર કહેવાય છે.