8th Pay Commission latest news: કેન્દ્રીય કર્મચારીઓ માટે એક રાહતભર્યા સમાચાર છે. તેમના લઘુત્તમ વેતનમાં મોટો વધારો થઈ શકે છે. કમાલની વાત એ છે કે એકબાજુ જ્યાં એવી ચર્ચા છે કે 8મું પગાર પંચ આવશે કે નહીં. ત્યાં હવે એ વાતે જોર પકડ્યું છે કે 8માં પગાર પંચના સમયે જ કર્મચારીઓના પગારમાં પણ મોટો વધારો થશે અને આ વધારો છઠ્ઠા પગાર પંચમાં થયેલા વધારા કરતા પણ મોટો હોઈ શકે છે. અમારી સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસ હિન્દીના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે લોકસભા ચૂંટણી બાદ પગાર પંચની રચના પર કોઈ ચર્ચા થઈ શકે છે. પરંતુ એટલું ચોક્કસ છે કે વાત આગળ વધી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8th Pay Commission: પગારમાં થશે બંપર વધારો
8માં પગાર પંચ પર જો કે હાલ કોઈ પ્રસ્તાવ નથી. તેનો ઉલ્લેખ સંસદમાં પણ થઈ ચૂક્યો છે. પરંતુ સરકારી મહકમના સૂત્રો જણાવે છે કે હજુ હાલ તેના પર ચર્ચા કરવી યોગ્ય નથી. કારણ કે પગાર પંચની રચનાનો સમય આવ્યો નથી. એવી અટકળો થઈ રહી છે કે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી બાદ જ્યારે નવી સરકાર બનશે ત્યારે તેના પર  કોઈ નિર્ણય લેવાઈ શકે છે. જો આઠમા પગાર પંચની રચના થશે તો પગારમાં જબરદસ્ત ઉછાળો આવી શકે છે. ગત પગાર પંચની સરખામણીમાં તેની ગણતરી કરવામાં આવશે. 


8th Pay Commission: 2025-26 સુધી રાહ જોવી પડશે
8માં પગાર પંચની રચના માટે કર્મચારીઓએ 2025 કે 2026 સુધી રાહ જોવી પડી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં બંપર ઉછાળો આવી શકે છે. સૂત્રોનું માનીએ તો 7માં પગાર પંચની સરખામણીમાં 8માં પગાર પંચમાં અનેક ફેરફાર થઈ શકે છે. તેમાં ફિટમેન્ટ ફેક્ટરના ફોર્મ્યૂલા પર પગાર નહીં વધે. પરંતુ કોઈ અન્ય ફોર્મ્યૂલા પર પગાર વધારો આપવામાં આવી શકે છે. આ સાથે જ 10 વર્ષમાં એકવાર પગાર પંચની રચનાને પણ બદલવામાં આવી શકે છે. તેને દર વર્ષની રીતે શરૂ કરવામાં આવી શકે. 


8th Pay Commission: શું દર વર્ષે થશે પગાર રિવિઝન?
7માં પગાર પંચની રચના બાદ કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગારમાં સૌથી ઓછો વધારો થયો. હકીકતમાં સેલરીને ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે વધારવામાં આવી. તેમાં તેને 2.57 ગણી રાખવામાં આવી. તેનાથી બેઝિક પગાર 18000 રૂપિયા કરવામાં આવ્યો. જો આ ફોર્મ્યૂલાને આધાર માનવામાં આવે તો 8માં પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરની મહત્તમ રેન્જ મુજબ લઘુત્તમ પગાર 26000 રૂપિયા થઈ જાય. ત્યારબાદ નીચલા સ્તરના કર્મચારીઓનું સેલરી રિવિઝન દર વર્ષે પરફોર્મન્સના બેસિસ પર કરવામાં આવી શકે છે. જ્યારે મહત્તમ પગારવાળા કર્મચારીઓનું રિવિઝન 3 વર્ષના સમયગાળા પર રાખવામાં આવી શકે છે. 


કયા પગાર પંચમાં કેટલો વધ્યો પગાર?
- 4થા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓનો  27.6% પગાર વધારો થયો. જેમાં તેમનો લઘુત્તમ પગાર  750 રૂપિયા નક્કી હતું. 
- 5માં પગાર પંચમાં કર્મચારીઓને મોટી ભેટ મળી અને તેમના પગારમાં 31 ટકાનો વધારો થયો. તેમનું લઘુત્તમ વેતન વધીને સીધુ 2550 રૂપિયા પ્રતિ માસ થયું. 
- 6ઠ્ઠા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર લાગૂ કરવામાં આવ્યું. તે વખતે તેને 1.86 ગણું રાખવામાં આવ્યું હતું. તેનાથી કર્મચારીઓને પગારમાં સૌથી મોટો હાઈક મળ્યો અને તેમના લઘુત્તમ પગારમાં 54 ટકાનો વધારો થસો. તેનાથી બેઝિક પગાર વધીને 7000 રૂપિયા થઈ ગયો. 
- વર્ષ 2014માં 7મું પગાર પંચ બન્યું અને તેને વર્ષ 2016માં લાગૂ કરવામાં આવ્યું. તેમાં પણ ફિટમેન્ટ ફેક્ટરને આધાર માનવામાં આવતા 2.57 ગણો વધારો કરાયો. પરંતુ પગાર વધારો જે થયો તે 14.29 ટકા જ થયો. જો કે બેઝિક સેલરી વધીને 18000 રૂપિયા થઈ. કર્મચારીઓએ તેનો વિરોધ જતાવતા ફિટમેન્ટ વધારવા પર ભાર મૂક્યો. પરંતુ હાલ તે 2.57 ગણા પર સ્થિર છે. 


8માં પગાર પંચમાં કેટલો વધે પગાર?
હવે 8માં પગાર પંચની રચનાની વાત કરીએ. જો જૂના ધોરણો પર જ સરકાર આઠમા પગાર પંચની રચના કરે તો તેમાં પણ ફિટમેન્ટ ફેક્ટરને જ આધાર રાખવામાં આવશે. આ આધાર પર કર્મચારીઓનું ફિટમેન્ટ 3.68 ગણું કરવામાં આવી શકે છે. આ આધાર પર કર્મચારીઓના લઘુત્તમ વેતનમાં 44.44 ટકાનો વધારો થઈ શકે છે. તેનાથી કર્મચારીઓનો લઘુત્તમ પગાર 26000 રૂપિયા થઈ શકે છે. 


સૌથી મોટો સવાલ-8મું પગાર પંચ આવશે કે નહીં?
હવે સવાલ એ છે કે 8માં પગાર પંચની રચના ક્યારે થશે? હાલની સ્થિતિમાં એવો કોઈ પ્રસ્તાવ નથી. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ પણ લોકસભામાં તેનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. જો કે સૂત્રોનું માનીએ તો પગાર પંચની રચના સમય આવશે ત્યારે થશે. પરંતુ હાલ સરકાર પાસે સમય છે કે પગાર પંચના નવા માપદંડો પર વિચાર કરી શકે. આથી તેના તરીકા શોધવામાં આવી રહ્યા છે. એક્સપર્ટ્સનું માનવું છે કે વર્ષ 2024માં લોકસભા ચૂંટણી થઈ રહી છે. આવામાં સરકાર કર્મચારીઓને નારાજ કરવા નહીં માંગે પરંતુ એ પણ કહેવું યોગ્ય નથી કે આગામી પગાર પંચ નહીં આવે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube