Accident In Jhunjhunu: રાજસ્થાનના ઝુંઝુંનમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. અહીં એક પિકએપ ગાડી ટ્રક સાથે અથડાઈ છે. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 8 લોકોના સ્થળ પર મોત નિપજ્યા જ્યારે 1 ઇજાગ્રસ્તનું હોસ્પિટલમાં મોત થયું છે.


પિકઅપ ગાડીમાં સવાર હતા 20 થી 22 લોકો
સબ-ઇન્સ્પેક્ટર શંકરલાલ છાબાએ જણાવ્યું કે, દુર્ઘટનાનો શિકાર થેયલી પિકઅપ ગાડીમાં 20 થી 22 લોકો સવાર હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તેમને જણાવી દઈએ કે, ઇજાગ્રસ્ત થયેલા લોકોના પરિવારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જે લોકોનું દુર્ઘટનામાં મોત થયું છે તેમના પરિવારની પણ જાણકારી મેળવવામાં આવી રહી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube