અમરાવતી/ભુવનેશ્વર: ખુબ જ પ્રંચડ તોફાની વાવાઝોડુ 'તિતલી' ગુરુવારે દેશના પૂર્વ સમુદ્ર તટ સાથે ટકરાયું અને તેણે આંધ્ર પ્રદેશમાં આઠ લોકોના જીવ લીધા. ઓડિશામાં પણ એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો. પ્રતિ કલાક 150 કિમીની પવનની ઝડપથી બંને રાજોયમાં ભારે તબાહી જોવા મળી રહી છે. અનેક જગ્યાએ મકાનો પડ્યા અને ઝાડ તથા વીજળીના થાંભલા ઉખડી ગયાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી તથા તેમને ચક્રવાતી તોફાનની અસરોને પહોંચી વળવા માટે દરેક શક્ય મદદ આપવાનું આશ્વાસન આપ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના વિભિન્ન ભાગોમાં વાવાઝોડાથી ઊભી થયેલી સ્થિતિ સંબંધે શ્રી ચંદ્રબાબુ નાયડુ અને નવીન પટનાયક સાથે વાત કરી. તેમને કેન્દ્ર તરફથી દરેક શક્ય મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે વાવાઝોડાથી પ્રભાવિત લોકોની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના પણ કરી. 



તોફાનના કારણે આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ અને વિજિયાનગરમ જિલ્લાઓની સાથે જ ઓડિશાના ગજપતિ અને ગંજામ જિલ્લાઓમાં પણ ભારે નુકસાન જોવા મળ્યું છે. હવામાન ખાતાએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે વાવાઝોડુ તિતલી આંધ્ર પ્રદેશમાં શ્રીકાકુલમ જિલ્લામાં પલાસા પાસે અને ઓડિશામાં ગોપાલપુરના દક્ષિણ પશ્મિ તટ પર સવારે સાડા ચાર અને સાડા પાંચ વાગે પહોંચ્યું. તોફાનની સાથે 140-150 કિમીથી 165 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન પણ ફૂંકાયો.


તેમણે કહ્યું કે ઓડિશાને પાર કરીને આ તોફાન હવે પશ્ચિમ બંગાળના ગંગાકિનારાવાળા વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે અને ધીરે ધીરે નબળુ પડશે. આંધ્ર પ્રદેશના એસડીએમએએ જણાવ્યું કે તોફાનથી સામાન્ય જનજીવન સાવ ઠપ્પ થઈ ગયું. તેણે શ્રીકાકુલમ અને વિજયનગરમમાં ભારે તબાહી મચાવી જ્યાં બુધવારે મોડી રાતથી ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. 


રાજ્યમાં તોફાન સંબંધિત અલગ અલગ ઘટનાઓમાં આઠ લોકોના મોત થયાં. એસડીએમએએ જણાવ્યું કે ગુડીવાડા અગ્રહારમ ગામમાં 62 વર્ષની એક મહિલાના ઉપર ઝાડ પડવાથી તેનું મોત થયું. તથા શ્રીકાકુલમ જિલ્લાના રોતનાસા ગામમાં એક મકાન પડવાથી 55 વર્ષની વ્યક્તિનું મોત થયું. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું કે સમુદ્રમાં ગયેલા 6 માછીમારોના પણ મોત થયાં. 



તેમના કહેવા મુજબ રાજ્યમાં વીજળી નેટવર્ક પણ મોટા પાયે પ્રભાવિત થયું છે અને ઝડપી પવન ફૂંકાવવાથી 2000થી વધુ વીજળીના થાંભલા ઉખડી ગયા છે. શ્રીકાકુલમ જિલ્લામાં 4319 ગામડાઓમાં અને છ શહેરોમાં વીજળી વિતરણ પ્રભાવિત થયું છે. જિલ્લામાં દૂરસંચાર નેટવર્ક પણ પ્રભાવિત છે. 


આ બાજુ ગંજામ જિલ્લાના હિંજિલી વિસ્તારમાં આઠ વર્ષનો એક છોકરો નહેરમાં ડૂબી ગયો તથા પાંચ અન્ય લોકો પૂરના પાણીમાં વહી જવાથી લાપત્તા ગણાવવામાં આવી રહ્યાં છે. ગામના કલેક્ટર કુલંગે વિજયે કહ્યું કે બે મહિલાઓ અને બે બાળકો સહિત પાંચ લોકો પૂરના પાણીમાં વહી ગયાં. તેઓ સોરાદા સ્થિત એક વાવાઝોડા આશ્રય કેન્દ્રથી પોતાના ઘરે પાછા ફરી રહ્યાં હતાં.