નવી દિલ્હી : 31 જુલાઇનાં રોજ દેશની સૌથી મોટી શક્તિએ દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઇના ડાયરેક્ટરને મણિપુર કિલિંગ પર ચાલી રહેલી ધીમી તપાસ અને ખુલ્લેઆમ આરોપીઓનાં ફરવા મુદ્દે ઝાટકણી કાઢી હતી. ત્યાર બાદ હરકતમાં આવેલી તપાસ એજન્સીએ તે જ દિવસે 9 વર્ષ જુના એક નકલી એન્કાઉન્ટર કેસમાં સેનાનાં એક મેજર વિજયસિંહ બલહારા, પાંચ રાઇફલમેન અને મણિપુર પોલીસનાં બે લોકોનો આરોપી બનાવ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીબીઆઇની એફઆઇઆર અનુસાર 2009માં આઝાદ ખાન નામનાં કિશોરને સેના અને પોલીસના જોઇન્ટ ઓપરેશનમાં ઠાર મરાયો હતો. ત્યાર બાદ મૃતક લડકાનાં પિતા જસ્ટિસ હેગડે કમીશન પાસે ગયા હતા. જેને સુપ્રીમ કોર્ટે જ એપોઇન્ટ કર્યા હતા. સુપ્રીમ કોર્ટે સમદ્દ મુદ્દાની તપાસ સીબીઆઇને સોંપી દીધી હતી. સીબીઆઇએ 41 મુદ્દાની તપાસ ચાલુ કરી દીધી હતી જો કે તેની ધીમી ગતિને જોતા સુપ્રીમ કોર્ટે સીબીઆઇ ડાયરેક્ટરની ઝાટકણી કાઢી હતી. ત્યાર બાદ મૃતક કિશોરનાં પિતા જસ્ટિસ હેગડે કમીશનની પાસે ગયા હતા. જેને સુપ્રીમ કોર્ટે જ એપોઇન્ટ કર્યા હતા. સુપ્રીમ કોર્ટે સમગ્ર મુદ્દાની તપાસ સીબીઆઇને સોંપી દીધી હતી. 

સીબીઆઇએ 41 મુદ્દાની તપાસ ચાલુ કરી દીધી હતી જો કે તપાસની ધીમી ગતિને જોતા સુપ્રીમ કોર્ટે સીબીઆઇ ડાયરેક્ટરની ઝાટકણી કાઢી હતી, પોતાનાં બચાવમાં સીબીઆઇએ દલિલ આપી હતી કે આ મુદ્દે સેના, પોલીસ અને અર્ધ સૈનિક દળોની વિરુદ્ધ છે અને તેમને જ્યારે દસ્તાવેજ માંગ્યા તો તે ઘણા મોડા મળ્યા હતા.