9 Years of Modi Government: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના કાર્યકાળના 9 વર્ષ પૂરાં કરી રહ્યા છે. આજના જ દિવસે 9 વર્ષ પહેલા એટલે કે 2014માં તેમણે પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. આ 9 વર્ષમાં પીએમ મોદીએ અનેક એવા નિર્ણયો લીધા જેણે દરેકને ચોંકાવી દીધા. આ નિર્ણયો વિશે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલમ 370 હટાવી
મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને બધાને ચોંકાવી દીધા હતા. મોદી સરકારની આ સૌથી મોટી ઉપલબ્ધિઓમાંથી એક છે. 5 ઓગસ્ટ 2019ના રોજ બંધારણની કલમ 370ની મોટાભાગની જોગવાઈઓને સમાપ્ત કરી દેવાઈ હતી જ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી હતી. આ સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં દેશના એ તમામ કાયદા પણ લાગૂ થઈ ગયા જે 70 વર્ષ સુધી લાગૂ કરી શકાયા નહતા. ત્યાંના લોકોને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ પણ મળવા લાગ્યો. 


ત્રિપલ તલાક
30 જુલાઈ 2019ના રોજ સરકારે ત્રિપલ તલાકનું બિલ પાસ કર્યું હતું ત્યારબાદ ત્રિપલ તલાક આપવું એ ગુનાની શ્રેણીમાં આવી ગયું. 


બાલાકોટ એરસ્ટ્રાઈક
14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. આતંકીઓની આ નાપાક હરકતના બે અઠવાડિયા બાદ 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતે બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરીને જૈશ એ મોહમ્મદના આતંકીઓને માર્યા હતા. 

દવાઓ અને મેડિકલ અંગે મોદી સરકારના એક નિર્ણયથી 140 કરોડ દેશવાસીઓને મળશે મોટી રાહત


સનાતન ધર્મના મુખ્ય ચાર મઠ કયા? શું છે તેના વૈદિક સંબંધોનો ઈતિહાસ? જરૂર જાણો આ વાત


ઓસ્ટ્રેલિયા ભણવા જવાના ખ્વાબ જોનારા ગુજરાતીઓને મોટો ઝટકો, 2 યુનિ.એ મૂક્યો પ્રતિબંધ


GST લાગૂ કરવાનો નિર્ણય
પીએમ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે 1 જુલાઈ 2017થી સમગ્ર દેશમાં જીએસટી લાગૂ કર્યો હતો. તેનો હેતુ દેશમાં એક દેશ, એક ટેક્સ સિસ્ટમ લાગૂ કરવાનો હતો. જીએસટી લાગૂ થવાથી સર્વિસ ટેક્સ, વેટ અને અન્ય કેટલાય ટેક્સ સમાપ્ત થઈ ગયા. 


નોટબંધી
2016માં મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો. 8 નવેમ્બર 2016ના રોજ સરકારે આ મોટો નિર્ણય લીધો હતો. સરકારના આ નિર્ણયથી બ્લેક મની પર મોટો પ્રહાર થયો હતો. 


નાગરિકતા સંશોધન બિલ
11 ડિસેમ્બર 2019ના રોજ લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થયું. જે હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અને અફઘાનિસ્તાનથી ધાર્મિક ઉત્પીડનથી ભાગતા હિન્દુ, ઈસાઈ, બૌદ્ધ, શીખ અને પારસી શરણાર્થીઓને દેશની નાગરિકતા આપવામાં આવશે. 12 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બિલ પર હસ્તાક્ષર કર્યા હતા. 


2000 રૂપિયાની નોટ બેન
મોદી સરકારે પોતાના બીજા કાર્યકાલમાં મે 2023માં 2 હજાર રૂપિયાની નોટને બેન કરવાનો નિર્ણય લીધો. સરકારે 2016માં 1000 રૂપિયાની જગ્યાએ 2000 રૂપિયાનો નોટ લાવવાનો નિર્ણય લીધો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube